ઉના પોલીસે ગુમ થયેલા બે બાઇક મૂળ માલિકને પરત સોંપ્યા
ઉના પોલીસે ગુમ થયેલા બે બાઇક મૂળ માલિકને પરત સોંપ્યા
June 17, 2026 10:43 AM
ઉના પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે. કે. મોરીની સૂચનાથી સર્વલેન્સ સ્કવોડના એ.એસ.આઇ. ભાવેશભાઈ, જોરૂભા મકવાણા અને પો.કોન્સ. અનિલભાઈ જાદવ, સુનિલભાઈ બાંભણિયા પેટ્રોલિંગમાં હતાં ત્યારે ભાચા ધોકડવા રોડ ઉપર એક મોટર સાયકલ હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરની બિન વારસી મળી આવી હતી. તેમજ ઉના ગીરગઢડા રોડ ઉપર સર વાવ પાસે હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે–૧૧એસી–૦૪૮૯ બિનવારસી મળી આવી હતી તેની તપાસ કરતા એક મોટરસાયકલ અશોકભાઈ અરવિંદભાઈ વરૂ રહે. મીઠાપુર તા. જાફરાબાદની તેમજ બીજી મોટર સાયકલ અજયભાઈ ભીમાભાઇ મકવાણા રહે. ચાચકવડ તા. ઉનાની ગુમ થઈ ગઈ હતી તેની અરજી ઉના પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેની ખરાઈ કરી કાગળો તપાસી બન્નેને ઉના પોલીસ સ્ટેશન બોલાવી કુલ રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની બે મોટરસાયકલ સુપ્રત કરી તેરા તુજકો અર્પણ કરી પોલીસ લોકોની મિત્રનું સૂત્ર સાર્થક કયુ હતું