નવા 150 ફૂટ રિંગરોડ-2 પર લાપાસરી નજીક આવેલી કૃષ્ણજીત હોટેલમાં રાત્રીના મિત્રના મોબાઇલમાંથી બહેનમાં ફોટા ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના છ શખ્સોએ કાકા ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો. જેમાં યુવકને છરીનો ઘા હાથમાં લાગી જતા નસ કપાઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકએ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં કોઠારીયા રોડ પર સીતારામ સોસાયટીમાં શેરી નંબર-1માં રહેતો હાર્દિક હિતેષભાઇ ખાટરીયા (ઉ.વ.22)ના યુવકે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અતુલ કાનાભાઇ ચાવડા, હાર્દિક ગૌસ્વામિ, પરેશ ડવ, સતીષ આહીર, જયદીપ ઉર્ફે જે.ડી.ગૌસ્વામી, અને જય ગૌસ્વામીમાં નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.2ના રાત્રીના સાડા અગિયારેક વાગ્યે હું મારા કાકા ઉદયભાઈ, કાકા કુલદીપભાઈ, મિત્ર યશરાજસિંહ ગોહિલ, હાર્દિક ગૌસ્વામી અને તેનો મિત્ર અતુલ ચાવડા બધા 150 ફૂટ રિંગ રોડ-2 પર લાપાસરી નજીક આવેલી કૃષ્ણજીત હોટેલએ બેઠા હતા ત્યારે હાર્દિક ગૌસ્વામીના ફોનમાં મારી બહેનના ફોટા હોય જે ડીલીટ કરી નાખવા બાબતેનું કહી મારા કાકા ઉદયભાઈ સાથે વાતચીત કરતો હતો દરમિયાન હાર્દિકનો મિત્ર અતુલ ચાવડા ઉશ્કેરાઈ અને કાકા ઉદયભાઈને કહેવા લાગ્યો હતો કે, એક હાથે તાલી ના વાગે તું હાર્દિક ગૌસ્વામીને કાંઈ કહેતો નહીં તેમ કરી ગાળો દેવા લાગ્યો હતો તેને ગાળો આપવાની ના પાડતા અતુલ, હાર્દિક ગૌસ્વામી બંને મારા કાકા ઉદયભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આથી મારા કાકા કુલદીપભાઈ ત્યાં હાજર હોય તે ઉદયભાઈને છોડાવવા વચ્ચે પડતા અતુલનો પિતરાઈ ભાઈ પરેશ ડવ ઉદયભાઈને ઢીકાપાટુનો મારમારવા લાગ્યો હતો. તેમજ સતીષ આહીરના હાથમાં પાઇપ હોય જેનાથી મને અને મારા કાકા ઉદયભાઈને આડેધડ મારવા લાગ્યો હતો. દરમિયાન હાર્દિકનો મિત્ર જે.ડી.ગૌસ્વામી અને હાર્દિકનો ભાઈ જય ગૌસ્વામી આવી કાકા ઉદયભાઈને મારમાર્યો હતો. આ માથાકૂટમાં હાર્દિક ગૌસ્વામીએ નેફામાંથી છરી કાઢી મને અને ઘા મારતા હાથમાં લાગી જવાથી લોહી નીકળવા લાગ્યું હતું. બધા ત્યાંથી જતા જતા ધમકી આપી હતી કે, આજેતો તો બચી ગયો બીજીવાર જીવતો નહીં રહેવા દઈએ. મને લોહી નીકળતું હોવાથી સ્કૂટરમાં ન્યુ કેર હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોકટરે કોણી નીચેની નસ કપાઈ ગયાનું અને હાડકામાં ઇજા થયાનું નિદાન કર્યું હતું. યુવકની ફરિયાદના આધારે પોલીસે તમામ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMઇઝરાયલ-ઈરાન યુદ્ધની શેરબજાર પર અસર: આ કંપની રોકાણકારોને આપી શકે છે જોરદાર વળતર
June 17, 2025 10:43 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech