જામનગર-લાલપુર રોડ લોઠીયા પાટીયા પાસે કારે બાઇકને હડફેટે લેતા કાકા-ભત્રીજાને ઇજા પહોચી હતી, જયારે રામપર પાટીયા નજીક ટ્રકે ઓવરટેક કરવા જતા ફોરવ્હીલ ગાડીની સાઇડમાં ઠોકર મારી નુકશાન કર્યુ હતું.
જામનગરના ચંગા ગામ વાડીએ રહેતા મુળ ધાનપુરના વતની હિંમત ભરતભાઇ ભાંભોર (ઉ.વ.૨૨) નામનો ખેતમજુર યુવાન ગત તા. ૧૨-૧૧-૨૫ના રોજ ફરીયાદી તથા ફરીયાદીના કાકા મોટરસાયકલ નં. જીજે૨૦-એઇ-૮૧૨૨ લઇને લોઠીયા પાટીયા પાસે કારખાના સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે ટાટા પંચ નં. જીજે૩૭એમ-૫૯૬૯ના ચાલકે બેફીકરાઇથી ચલાવીને મોટરસાયકલને હડફેટે લીધુ હતું.
આ અકસ્માતમાં ફરીયાદીને હાથ-પગમાં તથા તેના કાકાને પગમાં ગંભીર ઇજા પહોચાડી હતી, હિંમતભાઇએ આ અંગે ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં ટાટા પંચ કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
અન્ય બનાવમાં ગઢડા તાલુકાના ઢસા જંકશન ગામ ખાતે રહેતા ફેઝલ સલીમભાઇ મહેતર (ઉ.વ.૩૦) નામના યુવાને ટ્રક નં. જીજે૧૮બીટી-૯૬૯૯ના ચાલક સામે પંચ-એમાં એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૨૦ના આરોપીએ પોતાના હવાલાનો ટ્રક રામપર પાટીયાથી આગળ બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીની ફોરવ્હીલ ગાડીને ઓવરટેક કરવા જતા સાઇડના ભાગે ઠોકર મારી હતી.