BREAKING NEWS

પ્રોજેક્ટ અમૃત અંતર્ગત જામનગર સહિત  દેશભરમાં ૧૬૦૦ થી વધુ  સ્થળોએ જળ સ્ત્રોતોની સ્વચ્છતા

  • February 24, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રોજેક્ટ અમૃતના હેઠળ સ્વચ્છ જળ, સ્વચ્છ મન અભિયાનના ચોથા તબક્કાનું ભવ્ય તથા પ્રેરણાસ્પદ આયોજન સત્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન હેઠળ ભારતભરના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૯૩૦ શહેરોમાં ૧૬૦૦થી વધુ સ્થળોએ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેમાં લગભગ ૧૨ લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો. જામનગર શહેરમાં વીંઝરખી ડેમ પર જળ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી.


સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ, બાબા હરદેવ સિંહ જીની અનેક શિક્ષાઓથી પ્રેરણા લઈને પ્રોજેક્ટ અમૃતનું આયોજન કરવામાં આવ્યું. આ પરિયોજના માનવતાને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવીને જળ સંરક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંતુલન પ્રત્યે સામૂહિક સંકલ્પનો સંદેશ આપે છે. આ અવસર પર દિલ્હીમાં આયોજિત વિશેષ સત્સંગ કાર્યક્રમમાં સત્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજે તેમના અમૃતમય પ્રવચનોમાં કહ્યું કે બાબાજીની શિક્ષાઓ માત્ર યાદ રાખવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. સત્ગુરુ માતા જીએ કહ્યું કે સાચી શ્રદ્ધાંજલિ શબ્દોમાં નહીં, કર્મો થી આપવામાં આવે છે. 


જો આપણે પોતાને તેમના અનુયાયી કહીએ છીએ, તો આપણે આત્મમંથન કરવું પડશે કે શું આપણે વાસ્તવમાં પ્રેમ, સેવા, કરુણા અને સમદૃષ્ટિ જેવા માનવીય ગુણોને જીવનમાં ધારણ કરી રહ્યા છીએ. બાબા હરદેવ સિંહ જી મહારાજનું સમગ્ર જીવન માનવ કલ્યાણને સમર્પિત રહ્યું. તેમણે શીખવ્યું કે સેવા, સુમિરણ અને સત્સંગ જીવનનો આધાર છે. ભક્તિ માત્ર વાણી સુધી મર્યાદિત ન રહે, પરંતુ વ્યવહારમાં ઝળકે - આ જ તેમનો સ્પષ્ટ સંદેશ હતો.


સત્સંગમાં આ અહ્વાન કરવામાં આવ્યું કે દરેક શ્રદ્ધાળુ તન-મન-ધનને નિરાકારની દેન માનીને નિષ્કપટ ભાવથી સેવામાં જોડાય. જ્યારે સેવા સ્વાર્થરહિત હોય, ત્યારે જ તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. અંતમાં એ જ કામના કરવામાં આવી કે બાબા જીની શિક્ષાઓ દરેક હૃદયમાં જીવંત રહે અને હેલ્થ સિટી જેવા પ્રકલ્પ માનવતાની ભલાઈ માટે નવા આયામ સ્થાપિત કરે.


સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સચિવે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ અભિયાનનો શુભારંભ સેવાદળના પ્રાર્થના ગીતથી થયો, જેથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર થઈ ઊઠ્યું. આ અવસરે દેશભરમાં પ્રસારિત દિશા-નિર્દેશોનું પૂર્ણ પાલન કરીને સુરક્ષા, અનુશાસન અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી, જે આયોજનની સુવ્યવસ્થિત અને સંસ્કારિત કાર્યશૈલીને દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application