રાજકોટવાસીઓ માટે ખુશખબર છે કે કાલાવડ રોડની ટ્રાફિક સમસ્યા ઉકેલવા અંતે આજે કટારીયા ચોકડીએ કેબલ સ્ટેડ ઓવરબ્રિજ અને અન્ડર પાસ પ્રોજેકટનો કોન્ટ્રાકટ .૧૬૭ કરોડમાં આપવા સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે બહાલી આપી હતી. આશ્ચર્ય જનક વાત એ રહી છે આ માટેની ટેન્ડર પ્રક્રિયામાં કુલ ચાર ટેન્ડર આવ્યા હતા અને તેમાં લોએસ્ટ વન અને લોએસ્ટ સેકન્ડએ ઓફર કરેલા ભાવનો તફાવત ફકત .૨૬.૭૧ લાખનો હતો. કટારીયા ચોકડી બ્રિજ માટે ગાવર અને બેકબોનએ કુલ રૂપિયા ૧,૪૧,૭૩,૪૫,૮૬૯.૬૩નો ભાવ ઓફર કર્યેા હતો જે લોએસ્ટ વન રહ્યો હતો, યારે લોએસ્ટ સેકન્ડ દિનેશચદ્રં અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લિ.એ .૧,૪૨,૦૦,૧૬,૯૮૯.૬૦નો ભાવ રજૂ કર્યેા હતો. આમ બન્ને એજન્સી વચ્ચેના ભાવમાં ફકત .૨૬ લાખ ૭૧ હજાર ૧૧૯ અને ૯૭ પૈસાનો જ તફાવત જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આવા મોટા બ્રિજ કોન્ટ્રાકટ કરોડોના તફાવતથી મંજુર થતા હોય છે ત્યારે અહીં સામાન્ય રકમના તફાવતે કામ અપાતા કોન્ટ્રાકટર એજન્સીઓ વચ્ચે રિંગ થયાની શંકા ઉપસ્થિત થયા વિના રહેતી નથી. વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ ઉપર લાય ઓવર કેબલ બ્રિજ બનશે અને નીચે રિંગ રોડ–૨ ઉપર અન્ડરપાસ બનશે. .૧૬૭ કરોડના ખર્ચે ઉપરોકત બન્ને બ્રિજ બનાવવા દરખાસ્ત છે. ૧૨૪ કરોડના એસ્ટીમેટ સામે ૧૪.૨૩ ટકા ઓનથી ૧૬૭ કરોડમાં બ્રિજ બનાવવા મ્યુનિ.કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલી છે જેમાં ગાવર કન્સ્ટ્રકશન અને બેકબોન કન્સ્ટ્રકશનનું જોઇન્ટ વેન્ચરના ટેન્ડરની ઓફર લોએસ્ટ હોય તેને કામ આપવા સ્ટેન્ડિંગ કમિટીએ આજે બહાલી આપી હતી.
ઉપરોકત પ્રોજેકટ માટે કુલ ચાર એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં ગાવર અને બેકબોનના જોઇન્ટ વેન્ચરએ ૧૪૧.૭૩ કરોડ (૧૮ ટકા જીએસટી અલગ)નો સૌથી નીચો ભાવ ઓફર કર્યેા હતો, યારે સેકન્ડ લોએસ્ટ દિનેશચદ્રં અગ્રવાલ ઇન્ફ્રાકોન લિમિટેડએ ૧૪૨ કરોડ, થર્ડ લોએસ્ટ વિજય એમ.મિક્રી કન્સ્ટ્રકશન પ્રા.લિ. અને ચેતન કન્સ્ટ્રકશન પ્રા.લિ. જોઇન્ટ વેન્ચરએ ૧૪૭ કરોડ અને મંગલમ બિલ્ડકોન ઇન્ડિયા પ્રા.લિ.એ ૧૫૩ કરોડની ઓફર કરી હતી જે હાઈએસ્ટ હતી. આ મુજબ ચારેય ટેન્ડરમાં સૌથી ઓછા ભાવની ઓફર ગાવર અને બેકબોનની હોય તેને કામ આપવા સુચવાયું છે.
કટારીયા ચોકડી ઉપર થ્રી લેઅર જંકશન ડેવલપમેન્ટ, કાલાવાડ રોડ ઉપર ફલાય ઓવર બ્રીજ તેમજ નીચે રિંગ રોડ ઉપર અન્ડર પાસનું નિર્માણ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech