પંચાયતી રાજ મંત્રાલયના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના અંતર્ગત તાલીમ કામ એક્સપોઝર વિઝીટનું આયોજન તમામ રાજ્યોમાં પરસ્પર કરવામાં આવતું હોય છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્ય વિકાસ કમિશનરની કચેરી અને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા દ્વારા છત્તીસગઢ રાજ્યના જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા, આણંદ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ તાલુકા પંચાયતની મુલાકાત ઉપરાંત નાગેશ્વર અને ગોરીયાળી ગ્રામ પંચાયતની મુલાકાત સમિતિએ લીધી હતી. તેમણે ઓન સોર્સ રેવેન્યુ, dpdp અને pai અંતર્ગત આયોજન અને અમલીકરણ અંગે અભ્યાસ કર્યો હતો.
વિશેષ નિયામક એસ.આઈ.આર.ડી. અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને કોર ફેકલ્ટી નીલા પટેલના સંકલન સાથે એસ.ઓ.ઈ.પી.આર. કન્સલ્ટન્ટ હરેશકુમાર ખડોદરા, છતીસગઢ રાજ્ય ની આ ટીમ સાથે ત્યાંની એસ.આઈ.આર.ડી.ના કોર ફેકલ્ટી અશોક કુમાર જયસ્વાલ સામેલ થયા હતા.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એ.ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારકા પણ જોડાયા હતા.