એસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
એસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
December 02, 2025 10:05 AM
શહેરના એસ્ટ્રોન ચોક ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ એસ્ટ્રોન ચોક ફાટક અને આમ્રપાલી ફાટક વચ્ચે આજે વહેલી સવારે પસાર થતી રાજકોટ-પોરબંદર ટ્રેનની ઠોકરે કોઈ અજાણ્યો આશરે 45 વર્ષીય યુવક ચડી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનો પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ થાય એવી કોઈ વસ્તુ મળી ન આવતા પોલીસે વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. યુવકના કોઈ વાલી વારસ હોય તો માલવીયાનગર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.