આઇપીએલ ક્રિકેટની મૌસમ વચ્ચે આજથી રાજકોટના આંગણે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. સામાન્ય રીતે એન્ટરટેઇન્મેન્ટ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય છે પરંતુ રાજકોટના બિઝનેસ ટાઈકુન ગ્રુપ બીએનઆઈ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિ, વકીલો સહિત અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલ લોકોની 20 ટીમો વચ્ચે બે દિવસ સુધી ક્રિકેટમેચ રમાશે જેમાં ચોગ્ગા- છગ્ગા, વિકેટ અને ખાલી જનારા પ્રત્યેક બોલ મુજબ સમાજ માટે કઈ ને કઈ ચેરિટી થશે. આયોજકોની ટીમ "આજકાલ દૈનિક"ની મુલાકાતે આવી હતી અને અનોખી ટુર્નામેન્ટ અંગેની વિગતો જણાવી હતી. જેમાં જણાવ્યું હતું કે,
બીએનઆઈ અથર્વ ગ્રુપ દ્વારા સંચાલિત રાજકોટના આંગણે આજથી અનોખી બે દિવસીય ચેરિટી ક્રિકેટ મેચ યોજવા જઈ રહી છે જેમાં 20 ટીમો ભાગ લેશે, દરેક ટીમમાં બે - બે મહિલા પ્લેયર ફરજિયાત કરાયા છે. બીએનઆઈ અથર્વ રાજકોટના સભ્યોએ જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા ધ્યેય સાથે આ અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મેચમા ફેંકાયેલ એક એક બોલ કોઈને કોઈ સમાજ ઉપયોગી કાર્ય માટે નિમિત્ત બનશે, બીએનઆઈ ગ્રુપના સભ્યો સમાજ માટે કંઈક સારું કરવાના સંકલ્પ સાથે મેચના મેદાનમાં ઉતરી સમાજ માટે કંઈક કરી છૂટવા મક્કમ હોવાનું જણાવ્યું હતું. ટુર્નામેન્ટમાં જેટલા બોલ ખાલી જશે તેટલા વૃક્ષ વાવવા માટેનો સભ્યોએ સંકલ્પ કર્યો છે. જેથી મેચના ખાલી બોલ પર્યાવરણના જતન માટે નિમિત્ત બનશે બહેનો જેટલી વિકેટ લેશે તેટલી દિકરીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવવામાં આવશે
ફાઇનલ મુકાબલામા જે બે ટીમો વચ્ચે મેચ રમાશે તેમા બન્ને ટીમના કુલ જેટલા રન થયા હશે તે મુજબ જરૂરતમંદ દર્દીઓના સંપૂર્ણ આરોગ્યની ચકાસણી કરી તેઓને તબીબી ખર્ચમાં પણ બીએનઆઈ અથર્વ મદદરુપ બનશે. ત્રણ મુખ્ય બિઝનેસમેન દાતાઓ સમગ્ર ટુર્નામેન્ટનો ખર્ચ ઉઠાવશે. રાજકોટના ઇન્ફિનિટી ક્રિકેટ બોકસ ખાતે આજથી યોજાનાર બીએનઆઈ ઇન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો તમામ ખર્ચ લક્ઝરીયા પેઇન્ટના સાગર તોગડીયા અને યશ અજાણી, ત્વરિત એનર્જી સોલારના મિત ચાપાણી અને જય પટેલ તેમજ ઓટોમાઇઝ સ્પાઈસીઝ ગ્રુપના કમલેશભાઈ ભુવા ઉઠાવનાર હોવાનું બીએનઆઈ અથર્વએ જણાવ્યું હતું.
બીએનઆઈ એટલે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ જે વિશ્વના 78 દેશોમા ફેલાયેલ બિઝનેસમેન, સીએ, તબીબો, ઉદ્યોગપતિ, અને અન્ય સ્વતંત્ર બિઝનેસ કરતા વ્યક્તિઓનું ગ્રુપ છે. બીએનઆઈ રાજકોટમા અંદાજે 650 જેટલા વ્યાવસાયિકો જોડાયેલા છે જેમાં 14 ચેપ્ટર કાર્યરત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech