રેલવે પ્લોટફોર્મ અને સિવિલ હોસ્પિટલ ચોક પાસે અજાણ્યા વૃૃધ્ધનું બેભાન હાલતમાં મોત
રેલવે પ્લોટફોર્મ અને સિવિલ હોસ્પિટલ ચોક પાસે અજાણ્યા વૃૃધ્ધનું બેભાન હાલતમાં મોત
November 05, 2025 10:23 AM
શહેરના સિવિલ હોસ્પિટલ ચોક સર્કલ પાસે અને રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-૪ પાસે અજાણ્યા વૃદ્ધનું બેભાન હાલતમાં મોત થયું હતું. આ બંને વૃદ્ધની ઓળખ મેળવવા માટે પોલીસે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 સીડી નીચે એક અજાણ્યો પુરૂષ બેભાન હાલતમાં પડ્યું હોય જે અંગેની જાણ થતા 108 ને જાણ કરવામાં આવી હતી. 108 ના ઇએમટીએ જોઈ તપાસી આ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતાં. વૃદ્ધની ઓળખ મેળવવા માટે પોલીસે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. વૃદ્ધ અંગે કોઈ માહિતી હોય તો મોબાઈલ નંબર 87807 24298 પર સંપર્ક કરવા રેલવે પોલીસ દ્વારા જણાવ્યું છે.
જ્યારે અન્ય એક અપમૃત્યુના બનાવમાં સિવિલ હોસ્પિટલ ચોક સર્કલ પાસેથી 70 વર્ષના વૃદ્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે અંગેની જાણ થતા 108 ના ઇએમટી અહીં આવી જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધની ઓળખ મેળવવા માટે એ ડિવિઝન પોલીસે તેના વાલીવારની શોધખોળ શરૂ કરી છે.