ઝડપી શહેરીકરણ અને બિનઆયોજિત વિકાસના કારણે શહેરોની કુદરતી સંપત્તિને મોટું નુકસાન થઈ રહ્યું છે. એક અભ્યાસ મુજબ, વર્ષ ૨૦૦૦થી ૨૦૨૫ દરમિયાન વિશ્વના ૯ દેશોના ૨૧૦ શહેરોના વિસ્તરણમાં જંગલો, ઘાસના મેદાનો, તળાવો, વેટલેન્ડસ અને અન્ય કુદરતી વિસ્તારોનો નાશ થયો છે. આ નુકસાનનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવે તો ભારતના આઠ શહેરોએ મળીને આશરે .૨૧૦ કરોડની કુદરતી સંપત્તિ ગુમાવી છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ ભારતના શહેરોમાં બેંગલુને સૌથી વધુ નુકસાન થયું છે. શહેરે આશરે .૪૮.૨ કરોડની કુદરતી સંપત્તિ ગુમાવી છે. ત્યારબાદ કોયમ્બતૂર .૩૯.૮ કરોડ, દિલ્હી .૨૮.૧ કરોડ, પુણે .૨૫ કરોડ, હૈદરાબાદ .૨૩.૫ કરોડ, ચેન્નાઈ .૨૧.૫ કરોડ, કોલકાતા .૨૦.૯ કરોડ અને જયપુર .૭.૧૦ કરોડના નુકસાન સાથે સામેલ છે.અભ્યાસમાં શહેરોના આયોજનમાં કુદરતી વિસ્તારોને મહત્વ આપવાની જરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરોના વિસ્તરણ પહેલાં જંગલો, તળાવો, વેટલેન્ડસ અને હરિયાળા વિસ્તારોનું સંરક્ષણ કરવું જરી છે. ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી, હરિત વિસ્તારો માટે ચોક્કસ જોગવાઈ અને જમીનને સંપૂર્ણપણે કોંક્રિટથી ન ઢાંકવાની વ્યવસ્થા જરી હોવાનું સૂચવાયું છે.દરેક નવી સડક, કોલોની, મોલ કે અન્ય મોટા પ્રોજેકટ પહેલાં તેના પર્યાવરણીય પ્રભાવનું મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
અભ્યાસમાં ૯ દેશોના ૨૧૦ શહેરોની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં ભારત ઉપરાંત ઈરાન, લાઓસ, મંગોલિયા, નેપાળ, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, શ્રીલંકા અને વિયેતનામનો સમાવેશ થાય છે.