BREAKING NEWS

રાજકોટથી ઓખા માટે દોડાવવામાં આવશે અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો

  • March 02, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દ્વારકામાં દર વર્ષે હોળી પર ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત (૭ જનરલ કોચ) હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

જેમાં ટ્રેન સંખ્યા ૦૯૫૩૩/ ૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા- રાજકોટ અનારક્ષિત જનરલ કોચ સ્પેશિયલટ્રેનના પૈકી ટ્રેન સંખ્યા ૦૯૫૩૩ રાજકોટ- દ્વારકા હોળી સ્પેશિયલ તા. ૩ અને ૪ માર્ચના રોજ રાજકોટથી સવારે ૦૬.૫૦ કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે ૧૨.૩૦ કલાકે દ્વારકા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં પડધરી, હડમતીયા, જાળીયા દેવાણી, જામ વંથલી, અલિયાવાડા, હાપા, જામનગર, લાખાબાવળ, પીપળી, કાનાલુસ, મોડપુર, ખંભાળિયા, ભાતેલ, ભોપલકા અને ભાટિયા સ્ટેશનો પર ઉભી રહેશે.

તે જ પ્રમાણે વળતા ટ્રેન સંખ્યા ૦૯૫૩૪ દ્વારકા- રાજકોટ અનારક્ષિત હોળી સ્પેશિયલ તા. ૨, ૩ અને ૪ માર્ચ, ૨૦૨૬ના રોજ દ્વારકાથી ૧૪.૧૫ કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે રાત્રે ૨૦.૧૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાટિયા, ભોપલકા, ભાતેલ, ખંભાળિયા, મોડપુર, કાનાલુસ, જામનગર, હાપા, અલિયાવાડા, જામ વંથલી, જાળીયા દેવાણી, હડમતીયા અને પડધરી સ્ટેશનો પર ઉભી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application