BREAKING NEWS

ન્યારી-૧ અને લાલપરી સહિત સૌરાષ્ટ્રના ૧૫ જળાશયમાં ચાર ફુટ સુધી નવા નીર

  • July 27, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હળવાથી ભારે છૂટા છવાયા ઝાપટા વરસતા રાજકોટ શહેરના ન્યારી-૧ ડેમ અને લાલપરી તળાવ સહિત કુલ ૧૫ જળાશયોમાં નવા નીરની ૦.૧૦ ફૂટથી ચાર ફૂટ સુધી આવક થઇ છે. અન્ય ૧૨ ડેમ સાઇટ ઉપર પાંચ મીમીથી ૪૫ મીમી સુધી વરસાદ નોંધાયો છે. વિશેષમાં રાજકોટ ઇરીગેશનના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં આજી-૩ ડેમમાં ૦.૧૦ ફૂટ, ન્યારી-૧માં ૦.૧૬ ફૂટ, ખોડા પીપરમાં ૦.૩૩ ફૂટ, લાલપરીમાં ૦.૩૯ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૪૯ ફૂટ, ડેમી-૧માં ૦.૧૬ ફૂટ, ડેમી-૨માં ૦.૩૩ ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૩૯ ફૂટ, જામનગર જિલ્લામાં ઉંડ-૩માં ચાર ફૂટ, ઉંડ-૧માં ૦.૦૭ ફૂટ, ફુલઝર (કો.બા.)માં ૦.૦૩ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-૧ (નાયકા)માં ૦.૨૩ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં એક ફૂટ, લીંબડી ભોગાવો-૨ (વડોદ)માં ૦.૧૬ ફૂટ, નિંભણીમાં ૧.૬૪ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે.


  1. રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
  2. ડેમ કુલ ઉંડાઇ નવી આવક હાલની સપાટી
  3. આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૦.૦૦ ૨૧.૧૦ ફૂટ
  4. ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૦.૧૬ ફૂટ ૧૫.૬૦ ફૂટ
  5. ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૦.૦૦ ૧૮.૧૦ ફૂટ
  6. લાલપરી ૧૫.૦૦ ફૂટ ૦.૩૯ ફૂટ ૧૩.૫૦ ફૂટ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application