રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઉપલેટા નજીક ભાદર નદીના પટમાં ગેરકાયદે ખનન થઈ રહ્યાની માહિતી સ્થાનિક પોલીસને આપતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે ગેરકાયદે અને ઓવરલોડ રેતી ભરેલા ૬ ટ્રક સાથે અંદાજે ૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યેા હતો. પોલીસની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ઉપલેટા પોલીસે કરેલી આ કામગીરી અંગે પીઆઇ હેમેન્દ્ર ધાંધલે વિગતો આપવા જણાવ્યું હતું કે, ગઈકાલે રેન્જ આઈજી નિર્લિ રાયની ટીમ દ્રારા તેમને માહિતી આપવામાં આવી હતી કે, ઉપલેટા નજીક આવેલ ભાદર નદીના કાંઠે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. જેથી સ્થાનિક પોલીસે તુરતં જ ભાદર નદીના કાંઠે દરોડો પાડયો હતો. જો કે ત્યાં થઈ રહેલ ખનન કરતી લીઝ કાયદેસર હોવાનું સામે આવ્યું હતું. જોકે ત્યાં પડેલ છ ટ્રકમાં ઓવરલોડ રેતી હોવાનું સામે આવતા તે છ ટ્રક કબ્જે કરી પિયા ૮૦ લાખનું મુદ્દામાલ જ કર્યેા હતો. પોલીસે ઓવરલોડ રેતી ભરેલા ટ્રક ઝડપી લીધા બાદ આ અંગે ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરાતા ખાણખનીજની ટીમ પણ અહીં પહોંચી હતી અને ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરોના ચાલકો વિદ્ધ દડં ફટકારવા તજવીજ હાથ ધરી છે