યુએસમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેડરલ એજન્ટોએ મિનેસોટામાં પ્રિસ્કુલમાંથી ઘરે પરત ફરતી વખતે 5 વર્ષના છોકરાને તેના પિતા સાથે અટકાયતમાં લીધો. બંનેને ટેક્સાસના ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. કોલંબિયા હાઇટ્સ પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેન્ડેન્ટ ઝેના સ્ટેનવિકે જણાવ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા ચાર સગીરોમાં લિયામ કોનેજો રામોસનો પણ સમાવેશ થાય છે, જેમાં બે 17 વર્ષના અને એક 10 વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
રામોસ પરિવારના સંપર્કકર્તા માર્ક પ્રોકોશે જણાવ્યું હતું કે બાળક અને તેના પિતા બંને કાયદેસર રીતે શરણાર્થી અરજદારો તરીકે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે. લિયામની ધરપકડ પછી સોશિયલ મીડિયા પર ફરતા ફોટામાં ભારે સશસ્ત્ર ફેડરલ અધિકારીઓ 5 વર્ષના બાળકને લઈ જતા દેખાય છે. બાળક વાદળી કેપ પહેરીને સ્પાઇડર-મેન બેકપેક લઈને જાય છે.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મંગળવારે પ્રિસ્કુલથી ઘરે પાછા ફરતી વખતે લિયમે માસ્ક પહેરેલા એજન્ટોને તેના પિતાને તેમના ડ્રાઇવ વે પરથી લઈ જતા જોયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એજન્ટોએ બાળકનો ઉપયોગ કરી તેની માતાને ઘરની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
શાળાના પ્રમુખે શું કહ્યું
કોલંબિયા હાઇટ્સ સ્કૂલ બોર્ડના પ્રમુખ મેરી ગ્રાનલુન્ડે જણાવ્યું હતું કે લિયામના પિતાએ તેમની પત્નીને ઘરની અંદર રહેવા કહ્યું હતું જેથી તેને અટકાયતમાં લેવામાં ન આવે. તેમણે કહ્યું હતું કે શાળાના અધિકારીઓ, રામોસ પરિવારના સભ્યો અને તેમના બધા પડોશીઓએ બાળકને પોતાની સાથે લઈ જવાની ઓફર કરી હતી, પરંતુ આઈસીઈ અધિકારીઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.કોલંબિયા હાઇટ્સ પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટના અધિક્ષક ઝેના સ્ટેનવિકે કહ્યું હતું કે આ 5 વર્ષના બાળકનો આ રીતે ઉપયોગ કરવો એ ખોટું છે, તેમણે એજન્ટોને પ્રશ્ન કર્યો કે 5 વર્ષના બાળકને કેમ અટકાયતમાં રાખવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, "તમે મને કહી શકતા નથી કે આ બાળક હિંસક ગુનેગાર છે.
કમલા હેરિસે શું કહ્યું
યુએસના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંની સખત ટીકા કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે લિયામ રામોસ ફક્ત એક બાળક છે. તેમણે તેમના પરિવાર સાથે ઘરે રહેવું જોઈએ, આઈસીઈ દ્વારા તેને ટેક્સાસ અટકાયત કેન્દ્રમાં રાખવામાં ન આવે તે યોગ્ય છે