BREAKING NEWS

જામનગર : જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક-વિપક્ષ વચ્ચે હોબાળો

  • December 30, 2025 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેયબેન ગરચરના અઘ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ગઇ સામાન્ય સભામાં થયેલા ઠરાવને મંજુરી આપવામાં આવી હતી, આ બેઠકમાં ધારાસભ્ય હેમતભાઇ ખવા, ડીડીઓ અંકીત પન્નુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એક અધિકારીને સામાન્ય દંડ કરવાના પ્રશ્ર્ને શાસક-વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.


આજે મળેલી બેઠકમાં તા.૧૦ ઓકટોબર થી ૩૧ ડીસેમ્બર સુધી વિવિધ સમીતીઓની બેઠક મળી હતી, જેને બહાલી આપવામાં આવી હતી, ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પંચાયતની જામનગરની મેજ ડાયરીના ખર્ચને મંજુરી અપાઇ હતી, કેટલાક કામો અંગે ચર્ચા થઇ હતી.



 આયુર્વેદીક શાખા હસ્તકના વિભાપરના નવા મકાન બાંધવા અંગે, પંચાયત કર્મચારી સંઘ જામનગરને માન્યતા આપવા અને સંઘના બંધારણને સામાન્ય સભામાં બહાલી આપવા, ૧૫માં નાણાપંચના કામોમાં ફેરફાર કરવા, સ્ટેમ્પ ડ્યુટીના મંજુર થયેલા કામોમાં ફેરફાર કરી ૨૦૨૫-૨૬માં સ્ટેમ્પ ડ્યુટીનું આયોજન કરવા ઉપરાંત રેતી રોયલટીના કામમાં મંજુર થયેલા હોય જેમાં ફેરફાર કરવા તેમજ રેતી રોયલટીના ગ્રાન્ટમાંથી કામોનું આયોજન કરવા, આરોગ્ય સ્વસ્થ માઁ અને શિશુ પ્રોજેકટ સામાન્ય સભામાં લેવા તેમજ જિલ્લા પંચાયત સ્વભંડોળમાં વણવપરાયેલી ગ્રાન્ટની રકમમાંથી વિકાસના કામોનું ફરીથી આયોજન કરવા માટે પણ ચર્ચા વિચારણા થઇ હતી, ધારાસભ્ય હેમતભાઇ ખવાએ પણ કેટલાક કામો અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application