વાયરો તૂટવાથી વીજ પુરવઠો ખોરવાયો : વહેલી સવારે સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ: વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડી ગયું
જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાસાઇ થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓ આબાદ બચાવ થયો હતો, ઉપરાંત ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતાં વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વિજ તંત્ર તેમજ ફાયરવિભાગ નું તંત્ર દોડતું થયું હતું.
જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઇન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું, આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઇ રહેલી વિદ્યાર્થીનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદભાગ્ય તેણીનો બચાવ થયો હતો.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડ શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને માર્ગ પડેલા ઝાડની ડાળીઓને કરવત થી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઇલેવન કે.વી. વિજ ફીડર ના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતા. જેથી પણ ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો.
જેની જાણકારી મળતાં સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ના નાયબ ઇજનેર અજય પરમાર તથા એચ.ટી.વિભાગના ડી. ડી. મારુ ની રાહબરી હેઠળની વિજ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વિજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech