ચીનના બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે ચીનમાં રહેતા તમામ ભારતીયોને એમ્બેસીમાં નોંધણી કરાવવાની સલાહ આપી છે. ભવિષ્યમાં, એમ્બેસી તરફથી પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ માટે આ નોંધણી જરી રહેશે. આ મુદ્દે ભારતીય દૂતાવાસ દ્રારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોને દૂતાવાસ સંબંધિત સેવાઓ અનુકૂળ અને સંગઠિત રીતે પૂરી પાડવા માટે નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ નોંધણી પ્રક્રિયામાં ભારતીય વિધાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
એમ્બેસીએ જારી કરેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે એમ્બેસીમાં રજીસ્ટ્રેશન વેબસાઈટ દ્રારા થઈ શકે છે. આ માટે ઓફિસ આવવાની જર નથી. એકવાર નોંધણી ફોર્મ યોગ્ય રીતે સબમિટ થઈ જાય પછી, અરજદારનું નામ, પાસપોર્ટ નંબર અને નોંધણી નંબર ધરાવતી ફાઇલ ડાઉનલોડ કરી શકાય તેવા પીડીએફ ફોર્મેટમાં આપમેળે જનરેટ થશે. આ ફાઇલને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છો. આ સિવાય આ રજીસ્ટ્રેશનની કોપી અરજદારના ઈમેલ પર મોકલવામાં આવશે
આ કારણોથી નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ
આગામી દિવસોમાં દૂતાવાસને લગતા કોઈપણ કામ માટે રજિસ્ટ્રેશન પેપર્સ મંગાવવામાં આવશે. જેના કારણે એમ્બેસીએ આ પ્રક્રિયા શ કરી દીધી છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે પાસપોર્ટ રિન્યુઅલ, દસ્તાવેજોની ચકાસણી, પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ, જન્મ અને લ નોંધણી વગેરે જેવા કામોમાં રજિસ્ટ્રેશન પેપરની નકલ જોડવી ફરજિયાત રહેશે. આવી સ્થિતિમાં ચીનમાં રહેતા તમામ ભારતીયોને રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech