ગિરનારની ગોદમાં તા.12થી15 નવેમ્બર કારતક સુદ અગિયારસથી પુનમ સુઘી 4 દિવસ દરમિયાન યોજાનાર ગિરનારની લીલી પરિક્રમાના પૂર્વ તૈયારી માટે જિલ્લ ા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષે પાંચના બદલે ચાર દિવસ પરિક્રમા યોજાશે. નળ પાણીની ઘોડીએ ભાવિકોના થતા ઘસારાને ધ્યાન રાખી વીજળી, પાણીની સુવિધા ચચર્િ કરવામાં આવી હતી.
તા.12 નવેમ્બરના મંગળવારે લીલી પરિક્રમા પ્રારંભ થશે દર વર્ષે લાખો ભાવીકો પરિક્રમા કરવા આવતા હોય જેથી આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ભાવિકોને ગિરનાર લીલી પરિક્રમાના ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે અને તિથિએ પરિક્રમા શરૂ કરવા ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લ ા સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણીની ઘોડીએ ભાવિકોના થતા ધસારાને ધ્યાન રાખી વીજળી પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચચર્િ કરવામાં આવી હતી.
જિલ્લ ા કલેકટરે ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી દિવાળીના તહેવાર પૂર્વે જરૂરી આયોજન કરવા આદેશ આપ્યા હતાં. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપ્ન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરે સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. પયર્વિરણ જાળવણી માટે સેવાકીય સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લ ા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech