BREAKING NEWS

ટ્રેનમાં સ્પીકરફોનનો ઉપયોગ મોંઘો પડશે,5,000 સુધીનો દંડ 6 મહિના સુધીની જેલની જોગવાઈ

  • October 19, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોબાઈલ ફોન પોતાની સગવડ માટે છે , પરંતુ તેનો જાહેર ય્પ્યોગ જો અન્યોને માથાના દુખાવા સમાન કે તકલીફરૂપ થતો હોય તે સ્થિતિ અટકવી જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં મુસાફરો સ્પીકર મોડ પર સંગીત સાંભળતા હોય છે કે વિડીઓ જોતા હોય છે જેનાથી બીજા મુસાફરોને ખલેલ પહોચતી હોય છે જે બાબત ધ્યાને લઈ દક્ષીણ રેલ્વેએ ખાસ પરિપત્ર જારી કર્યો છે અને સ્પીકર મોડ પર ફોન પર સંગીત સાંભળતા કે વીડિયો જોતા લોકોને રોકવા દક્ષિણ રેલ્વેએ ચેતવણી આપી છે કે આવા વર્તનને લીધે 1,000 નો દંડ કરી શકાય છે અને કોચ સહિત રેલ્વે પરિસરમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. વારંવાર આવા ગુના આચરવામાં આવશે તો છ મહિના સુધીની જેલ અને 5,000 સુધીનો દંડ થઈ શકે છે.દક્ષિણ રેલ્વેએ જોગવાઈઓનો અમલ કરવા માટે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ સુધારેલા રેલ્વે એક્ટની કલમ 142 નો ઉલ્લેખ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય રેલ્વે ઝોન અને મેટ્રો સિસ્ટમ પણ આવા વર્તનને રોકવા માટે આ જોગવાઈ લાગુ કરી શકે છે, જે અન્ય મુસાફરોની સુવિધાને પ્રતિકૂળ અસર કરે છે.કાયદા અનુસાર, મેટ્રો રેલ પર તકલીફ દંડને પાત્ર છે અને તેના પરિણામે આવા વ્યક્તિઓને કોચમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 270 જાહેર ઉપદ્રવને એવી ક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરે છે જે જાહેર માર્ગનો ઉપયોગ કરતા લોકોને સામાન્ય ઈજા, ભય, અવરોધ અથવા હેરાન કરે છે, અને તેથી તે ગુનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application