સમગ્ર વિશ્વમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના અનેક નેતાઓએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાની નિંદા કરી હતી, જેના પર વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ટ્રમ્પના નિવેદનને આવકાર્યું હતું. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં ઈસ્લામિક જેહાદી દળો દ્વારા દબાયેલા હિન્દુઓ અને અન્ય લઘુમતીઓનો અવાજ ઉઠાવવા માટે ટ્રમ્પનો આભાર.
માનવ અધિકાર આયોગ ક્યાં છે: વિનોદ બંસલ
વિનોદ બંસલે વિશ્વના નેતાઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ઇસ્લામિક દેશોમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર વિશ્વના નેતાઓ કેમ મૌન છે? તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુએન હ્યુમન રાઈટ્સ કમિશનને ટેગ કરીને તેમણે પૂછ્યું કે, માનવ અધિકાર આયોગ ક્યાં છે અને શા માટે ચૂપ છે?
ટ્રમ્પે શું કહ્યું?
અગાઉ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે, હું બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ સામેની બર્બર હિંસાની સખત નિંદા કરું છું. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી લઘુમતીઓ પર હુમલા અને લૂંટ થઈ રહી છે. બાંગ્લાદેશ સંપૂર્ણ અરાજકતાની સ્થિતિમાં છે. આ સિવાય ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ અને રાષ્ટ્રપતિ જો બાઈડેન પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓએ સમગ્ર વિશ્વમાં અને અમેરિકામાં હિન્દુઓની અવગણના કરી છે. ભારતનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે, મારી સરકારમાં અમે ભારત અને મારા સારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે અમારી ભાગીદારીને વધુ મજબૂત કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech