ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી.
તેમણે વધુમાં જણાવતા કહ્યુ હતું કે, ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, 62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, 44 લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, 1.66 લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા 1.54 કરોડ પશુઓનું ખરવા-મોવાસા સામે રસીકરણ કરાયું.
આ રસી અપાઈ
- ગુજરાતમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ
- બૃસેલ્લોસિસ(ચેપી ગર્ભપાત) માટે 5.53 લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ
- લમ્પી રોગથી રક્ષિત કરવા રાજ્યના 62 લાખ પશુઓને રસી અપાઈ
- 44 લાખ ઘેટાં-બકરાઓમાં પી.પી.આર. રસીકરણ કરાયું
- 2.57 કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech