દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યું
November 07, 2025 06:00 AM
ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ તકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રગીત વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અગ્રણી પી.એસ.જાડેજા તેમજ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.