દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ભાટિયા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી
દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ભાટિયા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી
December 24, 2025 01:46 PM
શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો-સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવાનો છે.
ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ‘વીર બાલ દિવસ’ ની ઉજવણીરૂપે તા. ૨૭ ડિસેમ્બર-૨૦૨૫ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ભાટિયા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ‘વીર બાલ દિવસ’ના વિષયને અનુરૂપ વિદ્યાર્થીઓમાં સાહસ અને બલિદાનની ભાવના જાગૃત કરવા માટે વકતૃત્વ સ્પર્ધા, વક્તવ્યો યોજાયા હતાં.
વીર બાલ દિવસની આ ઉજવણી દ્વારા નવી પેઢીમાં સાહસ, આત્મબલિદાનની પ્રેરણા અને દેશ માટે ગર્વની ભાવના વધુ દ્રઢ થશે.