સાગર ચોક પાસે વાહન ચોર ઝડપાયો ચોરાઉ એક્સેસ અને એક્ટિવા કબજે

  • May 06, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં બોરીચાવાસ વિસ્તારમાં રહેતા શખસને થોરાળા પોલીસ મથકના સ્ટાફે સાગર ચોક પાસેથી ચોર એક્સેસ સાથે ઝડપી લીધો હતો. બાદમાં તેની પાસેથી એક ચોરાઉ એકટીવા પણ મળી આવ્યું હતું. આ બંને વાહનમાંથી એક વાહન રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાસે સાગર નગર નજીકથી જ્યારે અન્ય વાહન મોરબીના રવાપર રોડ પરથી ચોરી કયર્નિી કબુલાત આપી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.એમ.પરમાર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ રાજેશભાઈ મેર, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા અને હસમુખભાઈ નીનામાને મળેલી બાતમીના આધારે ન્યુ શક્તિ સોસાયટી મેઇન રોડ સાગર ચોક પાસેથી એક્સેસ સાથે એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ ભરત ઉર્ફે બાબો મૈસુરભાઈ જારીયા (ઉ.વ 42 રહે. જેલ રોડ બોરીચા વાસ, ચાર માળીયા મંદિર પાસે, મોરબી) હોવાનું માલૂમ પડ્યું હતું.

આ શખસ પાસે રહેલા એક્સેસ અંગે પૂછતાછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો બાદમાં તેણે આ વાહન એકાદ મહિના પૂર્વે રાજકોટમાં માર્કેટીંગ યાર્ડ પાસે સાગર નગર નજીકથી ચોરી કયર્નિી કબુલાત આપી હતી જેથી પોલીસે આ શખસની અટકાયત કરી તેની વધુ પૂછતાછ હાથ ધરતા તેણે વધુ એક વાહન ચોરી કરી ન્યુ શક્તિ સોસાયટી મેઇન રોડ પાસે રાખ્યું હોવાની કબુલાત આપતા પોલીસે અહીંથી એકટીવા કબજે કર્યું હતું. જે વાહન તેણે દોઢેક માસ પૂર્વે મોરબીમાં રવાપર રોડ પાસેથી ઉઠાવ્યું હોવાની કબુલાત આપી હતી. રૂપિયા 85 હજારની કિંમતના આ બંને વાહનો કબજે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application