BREAKING NEWS

જામનગર : પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વિક્રેતા પકડાયો

  • January 05, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુક્કલ શોધી કાઢવા માટેની ઝુંબેશ ચલાવાઇ રહી હતી, જે દરમિયાન પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી એક વિક્રેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતાં પકડાયો છે.


જામનગરના સીટી એ. ડીવી પોલિસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્થાનિક પોલીસ ટુકડી  પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુક્કલ અંગે પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ પાસે એક ઇસમ દુકાનમાં  પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુકકલ રાખી તેનુ વેચાણ કરે છે.


 જે હકીકતના આધારે ખુશાલ પ્રદીપભાઈ બાલાપરિયા નામના વેપારીની દુકાનમાં તપાસણી કરતાં તેની દુકાનમાથી ચાઇનીઝ પ્લાસ્ટકીના દોરા માંઝાની ૧૫ નંગ ચરખી  મળી આવી હતી.


આથી પોલીસે ૭,૫૦૦ની કિંમતની ૧૫ નંગ પ્રતિબંધ ચાઈનીઝ દોરા સાથેની ચરખીનો મુદામાલ કબજે કરી લઈ વેપારીની અટકાયત કરી છે, અને તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application