BREAKING NEWS

પેંડાગેંગના ઝડપાયેલા ૧૭ આરોપીની ગેરકાયદેસર મિલકતોની ચકાસણી

  • November 18, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ફાયરિંગ પ્રકરણમાં બંને ગેંગ સામે ફાયરિંગની ફરિયાદ નોંધ્યા બાદ સંડોવાયેલા પેંડાગેગના ૧૭ આરોપીની ધરપકડ કર્યા બાદ તેની સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યા બાદ આગેંગના આરોપીઓ એ ગુના થકી એકત્ર કરેલ મિલકતોની ચકાસણીની દિશામાં તપાસનો દોર એસઆઇટીની ટીમે આગળ ધપાવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડપર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગના બનાવ બાદ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી પેંડાગેંગ અને મુરઘા ગેંગના ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા, શાહનવાજ અબ્દુલ્લા ધાડા, અને સોહીલ ચાનિયા સહિત આઠ આરોપીઓ ને ઝડપી લીધા છે જ્યારે પેંડા ગેંગના 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એસ.ઓ.જી બ્રાન્ચે બંને ગેંગના આરોપીનું રીકન્ટ્રક્શન કરાવ્યા બાદ રિમાન્ડ મેળવી હથિયાર આપનાર તેમજ સાચવનાર અને મદદગારી કરનાર આરોપીઓને ઝડપી દેશી બનાવટની પિસ્ટલ 18 કાર્ટિસ, થાર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ મુરઘા ગેંગના વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે સંજલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમા એસઆઈટીની રચના કરી એસીપી ક્રાઈમ બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જાડેજા, સહિતના અનુભવી કર્મચારીઓ ની ટીમે ગુજ્સીટોકના ગુનામાં ઝડપાયેલા પેંડાગેંગના 17 આરોપીની ગેરકાયદેસર વસાવેલી મિલકતો તેમજ મિલકતો પોતાના નામે છે કે અન્યના નામે તે અંગે જીણવટ ભરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.


ગેરકાયદેસર મિલકતો બહાર આવ્યે ફેરવી દેવાશે બુલડોઝર

ક્રાઈમ બ્રાન્ચના યુવા આઇપીએસ જગદીશ બાંગરવાના નેજા હેઠળ એસ.આઇ.ટી ની ટીમ ગુજસીટોક હેઠળ ઝડપાયેલા પેંડા ગેંગના 17 આરોપીઓએ ગુના થકી એકત્ર કરેલી મિલકતો ની ચકાસણી શરૂ કરી છે અને જો સરકારી જમીન પર કે ગેરકાયદેસર મિલકત આરોપીઓના નામે હશે તો તેના પર ડિમોલેશન કાર્યવાહી નજીકના દિવસોમાં હાથ ધરવામાં આવશે.


સંજય ઉર્ફે સંજલો ઝડપાયે મૂરઘા ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી

રાજકોટ શહેરમાં સામસામે ધાણી ફૂટ ફાયરિંગ પ્રકરણમાં પેંડાગેંગના 17 આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મુરઘા ગેંગના આઠ આરોપી ઝડપાયા છે જ્યારે સંજય ઉર્ફે સંજલો ભૂગર્ભમાં હોય તેને ઝડપી લેવા પોલીસ કાર્યરત છે તે ઝડપાયા બાદ આ ગેંગ સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application