BREAKING NEWS

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા

  • January 27, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હેમા માલિનીએ તેમના યોગદાન અને યાદોને યાદ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતુ. સરકારે ધર્મેન્દ્રજીના ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાનને ઓળખ આપી છે.
આ વર્ષે કલા ક્ષેત્રે તેમના કાર્ય માટે જે સેલિબ્રિટીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમાં સિંગર અલ્કા  યાજ્ઞિક, અભિનેતા આર. માધવન, સાઉથના સુપરસ્ટાર મામૂટી અને દિવંગત દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો સમાવેશ થાય છે.
પદ્મ વિભૂષણ હિન્દી સિનેમામાં સૌથી મોટા અને દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બર 2025ના રોજ થયું હતુ.

વિખ્યાત આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને તેમની લોકસાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે આપેલી અમૂલ્ય સેવા બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સમાજમાં અંગદાન અંગે વ્યાપક જાગૃતિ ફેલાવનાર અને અંગદાન અભિયાનના પ્રણેતા નિલેષ માંડલેવાલાને પણ તેમના માનવસેવાના કાર્ય બદલ પદ્મ સન્માન આપવામાં આવ્યું છે. આ સાથે જ, સંગીત ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અને જાણીતા તબલાવાદક હાજી કાસમ (હાજીભાઈ કાસમભાઈ રમકડું) ને પણ પદ્મ એવોર્ડથી ગૌરવ આપવામાં આવ્યું છે.

પદ્મ ભૂષણનું સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application