આગામી દિવસોમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે મોટી નવાજુનીના એંધાણ દશર્યિ રહ્યા છે. છેલ્લા 20 મહિનાથી પોતાની નોકરીને દાવ પર લગાડનાર તેમજ જેમને સુપ્રિમ કોર્ટે પણ વ્હીસલ બ્લોઅર કીધા છે તેવા નાગરિક બેન્કના ગેરકાયદેસર રીતે ટર્મીનેટ થયેલા સ્લીપેજ રીકવરીના મેનેજર વિબોધ દોશીએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરી છે. રાજકોટ નાગરિક બેન્કની મુંબઇમાં આવેલ કાલબાદેવી બ્રાંચના 25 ફ્રોડ લોન ખાતાઓ તેમજ જૂનાગઢ બ્રાંચના 35 ફ્રોડ લોન ખાતાઓ અંગે પોતાની નોકરીની ફરજના ભાગપે અને માતૃ સંસ્થા પ્રત્યેની અડગ નિષ્ઠા દશર્વિીને વિબોધ દોશી બેન્કમાં અપાયેલી 60 ફ્રોડ લોન કે જે પબ્લીક મનીના કરોડો પિયા ખોટા થઇ ગયા છે તેની સામે વ્હીસલ બ્લોઅર તરીકે સંઘષ કરી રહ્યા છે.
તા.22-4-2024ના સુપ્રિમ કોર્ટ ટર્મીનેશન સામેનો સ્ટે કાઢી નાખેલ પરંતુ વિધોબ દોશી વ્હીસલ બ્લોઅર છે તે સ્વીકારીને ગુજરાત હાઇકોર્ટને ઓગસ્ટ અંત સુધીમાં આ અંગેનો હકમ કરવા સ્પષ્ટ રીતે આગ્રહપૂર્વક જણાવેલ છે. હાઇકોર્ટમાં આ મેટર ચાલી રહી છે તે દરમિયાન દોશીએ વધુ એક પીટીશન દાખલ કરીને નાગરિક બેન્કના ફ્રોડ લોન કૌભાંડ અંગે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉંડી તપાસ કરીને સત્ય શોધક રીપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરે તેવી દાદ માગેલ છે. લોનો ફ્રોડ હોવાના સીલસીલાબંધ દસ્તાવેજી આધાર પુરાવાઓ પણ પીટીશન સાથે જોડવામાં આવેલ છે. આ 31મી મેએ વયમયર્દિાના કારણે દોશી બેન્કમાંથી નિવૃત થઇ ગયા છે. પરંતુ તેમના સત્ય માટેનો સંઘર્ષ ચાલે છે અને ચાલતો જ રહેશે.
આ દરમિયાન આરએસએસ અને જનસંઘ-ભાજપ્ના જુના જોગીઓ તેમજ બેન્કના નિવૃત અધિકારી, અગ્રણીઓએ પણ આ લડતમાં ઝંપલાવ્યું છે. નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના ચંદુભા પરમાર, શરદભાઇ વોરા, બાલુભાઇ શેઠ વિગેરે અનેક નિ:સ્વાર્થ આગેવાનો મારફત થયેલ છે. તેમાં મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી દોશીને સોંપવામાં આવેલ છે.
નાગરિક બેન્કનો બિઝનેસ હાલ ા.દસ હજાર કરોડથી વધુ છે ત્યારે તેને સુપ્રિમો અને સુકાની એવા સીઇઓ જ જયારે ફ્રોડ લોન આપે તેમજ અપાયેલી અન્ય ફ્રોડ લોનને સંપૂર્ણપણે નકારી કાઢે ત્યારે બેન્કના દસ લાખથી વધુ થાપણદારો, સભાસદો, ગ્રાહકો વિગેરેની પરસેવાની કામણીનું ભવિષ્ય શું ? એની ગંભીર ચિંતા સાથે ચંદુભા પરમાર, વિબોધ દોશી, શરદ વોરા, બાલુભાઇ શેઠ સહિતના અગ્રણીઓ મેદાને પડયા છે. બેન્કના વર્તમાન ડીરેકટરો અને ચેરમેન કોઇ અગમ્ય અને ભેદી કારણોસર શમર્નિા તાબામાં છે.
રિઝર્વ બેન્ક હજુ તપાસ કરી રહી છે તે પહેલા બેન્કના ચેરમેને રિઝર્વ બેન્કે કલીનચીટ આપી દીધા હોવાનું જાહેર કર્યું છે. નાગરિક બેન્ક બચાવો સંઘ દ્વારા કલીનચીટ આપ્યા અંગેના આધાર પુરાવાઓ જાહેર કરવાની ચેલેન્જ આપતા ચેરમેન અને મેનેજમેન્ટે ભેદી મૌન સેવી લીધું છે.
બેન્ક બચાવો સંઘના અગ્રણીઓને શમર્એિ ચોર કોટવાલને દંડે એ કહેવત સાચી પાડીને બદનક્ષીની 25 દિવસ પહેલા નોટીસ આપેલ છે. જેનો સણસણતો જવાબ પણ અપાઇ ગયો છે. સંઘના મહામંત્રી વિબોધ દોશીએ અંતમાં જણાવ્યું છે કે, લોન ફ્રોડ અંગેના તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સંઘ પાસે ઉપલબ્ધ છે. સંઘના અગ્રણીઓએ બેન્ક મેનેજમેન્ટને આ તમામ ફ્રોડ અંગે જાહેર ચચર્િ કરવા કે સંયુકત પત્રકાર પરિષદ કરવા સ્પષ્ટ ચેલેન્જ-પડકાર પણ ફેંકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબળેજ સહિતના ઘેડપંથકમાં વરસ્યો કમોસમી વરસાદ
May 07, 2025 01:11 PMપોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
May 07, 2025 01:10 PMજામનગરના જામસાહેબનો વડાપ્રધાનને પત્ર
May 07, 2025 12:55 PMઅલ્લુ અર્જુન અને આમિર વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ, કુછ તો હૈ...
May 07, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech