BREAKING NEWS

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો આજે મુંબઈમા પહેલો રોડ શો, તાજ મહેલ પેલેસ ખાતે ઉદ્યોગપતિઓનો જમાવડો

  • September 03, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના આગામી ભવ્ય આયોજન પૂર્વે વૈશ્વિક રાજદ્વારી અને વ્યાપારી સમુદાય સાથે ગુજરાતના સંબંધો તથા સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી દિલ્હીમાં પ્રારંભિક કાર્યક્રમ બાદ, ગુજરાત સરકાર દ્વારા મુંબઈના કોલાબા સ્થિત પ્રખ્યાત ‘તાજ મહેલ પેલેસ’ ખાતે એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રોડ-શોના સાંજના સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ રહી વિવિધ દેશોના કોન્સુલેટ જનરલ તેમજ દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ફળદાયી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ‘કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી’ (સીઆઈઆઈ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદના સ્વાગત પ્રવચનથી થઈ હતી. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ ગુજરાત સાથેના પોતાના વ્યાપારિક અનુભવો ખુલ્લા મનથી રજૂ કર્યા હતા.

વન-ટુ-વન બેઠકો અને રાઉન્ડટેબલ સંવાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આજના રોડ-શો દરમિયાન વન-ટુ-વન બેઠકો અને રાઉન્ડટેબલ સંવાદોનું વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું. યુવા ઉદ્યોગ સાહસિકો સાથેના રાઉન્ડટેબલ સંવાદમાં આગામી સમિટ માટે ગુજરાતના ભવિષ્યના વિઝન તથા ઉપલબ્ધ વ્યાપારી તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વન-ટુ-વન બેઠકોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ એન્ડ વેલનેસ, આઈટી એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ, ગ્રીન એનર્જી, ઓઇલ એન્ડ એનર્જી, બાયોટેકનોલોજી, રિયલ એસ્ટેટ, એબ્રેસિવ મટિરિયલ્સ, ઓટોમેશન, હેવી એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા.
આ બેઠકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, એએમ-એનએસ ઇન્ડિયા, એસટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઇન્ડિયા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, એસ્સા એબ્લોય, સિપ્લા 

લિમિટેડ, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, પીરામલ ગ્રુપ, કે રહેજા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, નાયરા એનર્જી લિમિટેડ, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ, લોટે ઇન્ડિયા, સ્વાન્કોર્પ, કોલ્ટ ડેટા સેન્ટર હોલ્ડિંગ્સ, બાટલીબોઈ લિમિટેડ, બ્લુ સ્ટાર ઇન્ડિયા, એબોટ ન્યુટ્રિશન, અરબેલે સોલ્યુશન્સ, રોસારી બાયોટેક લિમિટેડ અને ગ્રાીનવેલ નોર્ટન એન્ડ સેન્ટ-ગોબેન જેવી દિગ્ગજ કંપનીઓ-
સંસ્થાઓના સર્વોચ્ચ અગ્રણીઓ ઉપસ્થિત રહીને વ્યાપારિક ભાગીદારી અંગે સઘન ચર્ચાઓ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application