ગીરમાં જમજીર ધોધમાં જોખમી છલાંગનો વીડિયો વાયરલ, તંત્રની બેદરકારી બહાર આવી
ગીરમાં જમજીર ધોધમાં જોખમી છલાંગનો વીડિયો વાયરલ, તંત્રની બેદરકારી બહાર આવી
June 08, 2026 11:05 AM
કુદરતી સાૈંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લ ાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ ફરી એકવાર વિવાદ અને જોખમના કારણે ચર્ચામાં આવ્યો છે. ગીર ગઢડાના જામવાળા ગીર ખાતે શિંગોડા નદી પર આવેલા આ પ્રખ્યાત ધોધનો એક અત્યતં ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો કાયદા અને મોતના ડર વગર ધોધની ટોચ પરથી સીધી નીચે પાણીમાં છલાંગ લગાવતા નજરે પડી રહ્યા છે. સ્થાનિક વહીવટીતત્રં અને કલેકટર દ્રારા આ આ ધોધ નજીક જવા કે ન્હાવા પર કડક પ્રતિબધં હોવા છતાં, યુવાનો દ્રારા જાહેરનામાનો સરેઆમ ઉલ્લ ાળીયો કરવામાં આવી રહ્યો છે. જો કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો કેટલો સમય જૂનો છે અને આ જોખમી સ્ટટં કરનારા યુવાનો કયાંના છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટ્રિ થઈ શકી નથી, પરંતુ આ વીડિયોએ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરી અથવા તો લોકોની લાપરવાહીને કારણે આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ વિસ્તારમાં કાયદાનો ભગં કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલાં જ ગાંધીનગર (કલોલ)ની સોશિયલ મીડિયા ઈન્લુએન્સર અને ૯ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી મોડલ પૂજા પ્રજાપતિ અને તેની બે બહેનપણીઓ સામે આ જ ધોધના કિનારે જોખમી રીતે રીલ્સ બનાવવા બદલ કોડીનાર પોલીસ મથકે બી.એન.એસ. ૨૨૩ (જાહેરનામા ભંગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે અધિક કલેકટર રાજેશ આલ અને ડીવાયએસપી મહાદેવ ચૌધરીની સૂચનાથી કડક કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. એટલું જ નહીં, આશરે ૧૧ મહિના પહેલાં જાણીતી એકટ્રેસ ઝીલ જોષી સામે પણ આ જ સ્થળે પ્રતિબધં હોવા છતાં વીડિયો શૂટ કરવા બદલ ગુનો નોંધાયો હતો. આ નવા વાયરલ વીડિયોના આધારે સ્ટંટબાજ યુવાનોને શોધી કાઢીને તેમની સામે પણ ઉદાહરણપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે