દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હંસ્થળ ગામે વિકાસ સપ્તાહની ઉર્જાસભર ઉજવણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હંસ્થળ ગામે વિકાસ સપ્તાહની ઉર્જાસભર ઉજવણી
October 14, 2025 05:28 AM
રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહના માધ્યમથી ‘જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, તેને અનુલક્ષીને દેવભુમિ દ્વારકા જિલ્લામાં હંસ્થળ ગામે વિકાસ રથ આવી પહોંચ્યો હતો.
વિકાસ રથના વધામણાં, ઉપસ્થિતો માટે જનકલ્યાણલક્ષી યોજનાઓનો જાગૃતિ કાર્યક્રમ, વૃક્ષારોપણ, વિકસિત ભારતના નિર્માણ માટે શપથ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા વિકાસ સપ્તાહની ઉર્જાસભર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.