હેલો... પ્રજ્ઞાન... વિક્રમ, જાગો... સવાર પડી ગઈ

  • September 23, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈસરોએ કહ્યું હતું કે તે ચંદ્રયાન–૩ ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયત્નો ચાલુ રાખી રહ્યું છે. ચદ્રં પર સૂર્યેાદય પછી બંને સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં કોઈ પ્રતિક્રિયા મળી નથી.હેલો પ્રજ્ઞાન, હેલો વિક્રમ... અમે ભારતથી બોલી રહ્યા છીએ; અવાજ ત્યાં પહોંચે છે, કૃપા કરીને જવાબ આપો. ઈસરોના વૈજ્ઞાનિકો હાલમાં પૃથ્વી પરથી સિલ દ્રારા સંદેશા ઓ મોકલી રહ્યા છે. પરંતુ શનિવાર સવાર સુધી પ્રા નવીનતમ અપડેટ મુજબ, ચાંદ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જેમ જેમ ચદ્રં પર સૂર્યના કિરણો વધી રહ્યા છે તેમ તેમ ભારતીયોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે ચદ્રં પર સૂઈ રહેલા તેના બંને બળવાન ઉભા થાય.


છેલ્લા કેટલાક કલાકોથી ઈસરોના વૈજ્ઞાનિકો તેમના રોવર પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડરને ઐંઘમાંથી જગાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ચંદ્રના દક્ષિણી પ્રદેશમાં માઈનસ ૨૦૦ ડિગ્રી સેલ્સિયસના કારણે સર્જાતી ઠંડી અને વધતા સૂર્યપ્રકાશને કારણે ઘટી રહી છે અને સપાટી પર ગરમી વધી રહી છે. પૃથ્વી પર એક દિવસ ૧૪ દિવસ બરાબર છે. થોડા કલાકો વીતી ગયા પરંતુ હજુ સુધી ઈસરોના વૈજ્ઞાનિકોને ચદ્રં પરથી કોઈ સારા સમાચાર મળ્યા નથી.


ચદ્રં પર સોટ લેન્ડિંગ પછી, ચંદ્રયાન–૩ લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરે ચદ્રં પર આખો દિવસ વિતાવ્યો. આ સમય દરમિયાન, વિક્રમ અને પ્રજ્ઞાન સાથેના પેલોડે ઇસરોને ચંદ્રની સપાટી વિશે ઘણી માહિતી મોકલી. ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન–૩ મિશનનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયો છે. હવે પ્રયાસ ફરી એકવાર વિક્રમ અને પ્રજ્ઞાનને જાગૃત કરવાનો છે અને વધારાની માહિતી એકઠી કરવાનો છે.
ચંદ્રયાન–૩ મિશનનો આગળનો તબક્કો ઈસરો માટે મુશ્કેલ ભર્યેા લાગી રહ્યો છે. ચંદ્રની સપાટી પર સૂતેલા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હજુ સુધી જાગી શકયા નથી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્રારા શુક્રવારે તેને સતત જાગવાના સિલો મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી આ સિલો રિસીવ કર્યા નથી. ઈસરોએ કહ્યું છે કે તે હાર માનશે નહીં અને તેના પ્રયત્નો ચાલુ રાખવાની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application