ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકામાં પહોંચી ગઈ છે અને ન્યૂયોર્કમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચી ગયા છે. વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ વિદેશમાં રજા પૂરી કરીને ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. માત્ર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હજુ સુધી ટીમમાં સામેલ થયો નથી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીની સફર 22 મેના રોજ પૂરી થઈ હતી અને ત્યારથી તે બ્રેક પર છે. કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાંથી થોડો સમય રજા લીધી હતી, જેના કારણે તે ટીમ ઈન્ડિયા સાથે ન્યૂયોર્ક જઈ શક્યો ન હતો.
મંગળવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂયોર્કમાં પોતાની તૈયારીઓ શરૂ કરી અને પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. મુંબઈમાં વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં કપલ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર પછી બહાર આવતા જોવા મળ્યું હતું.
વિરાટ-અનુષ્કાનું આ ડિનર એટલા માટે ખાસ હતું કારણ કે તેમની સાથે કેટલાક નજીકના મિત્રો પણ હતા. આ ડિનરમાં વિરાટ અને અનુષ્કાની સાથે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન અને તેની બોલિવૂડ એક્ટર પત્ની સાગરિકા ઘાટગે પણ હાજર હતા. આ સિવાય જાણીતા એન્કર ગૌરવ કપૂર પણ તેમની સાથે હતા. આ તમામ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જ્યાં તેમને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી.
વિરાટ કોહલી 30મી મે ગુરુવારના રોજ ન્યૂયોર્ક જવા રવાના થશે અને 31મીએ ત્યાં પહોંચશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1 જૂને બાંગ્લાદેશ સામે યોજાનારી ટીમ ઈન્ડિયાની એકમાત્ર પ્રેક્ટિસ મેચ માટે કોહલી ઉપલબ્ધ રહેશે. વિરાટ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં છે અને તાજેતરમાં જ આઈપીએલ 2024માં તેણે 154ના મજબૂત સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ 741 રન બનાવીને ઓરેન્જ કેપ મેળવી હતી. તે વર્લ્ડકપમાં પણ આ ફોર્મ ચાલુ રાખવા માંગશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech