ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અચાનક થોડા સમય માટે ગાયબ થઈ ગયું હતું. ફેન્સ જ્યારે તેમની પ્રોફાઇલ સર્ચ કરતા હતા ત્યારે અકાઉન્ટ દેખાતું નહોતું, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.નોંધનીય છે કે કોહલી 27 કરોડ ફોલોઅર્સ ધરાવે છે. આવા મોટા ખેલાડીનું અકાઉન્ટ અચાનક બંધ થવું અથવા ન દેખાવું સ્વાભાવિક રીતે ચિંતા અને આશ્ચર્યનું કારણ બન્યું હતું. ઘણા લોકોએ અનુમાન લગાવ્યા કે કદાચ કોહલીએ પોતે અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હશે અથવા કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હશે.તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી હતી કે આ આઈડી હેક થયું છે કે ડીલીટ કરી દેવામાં આવ્યું હશે કે પછી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે? જો કે થોડા સમય બાદ આ આઈડી શરુ થઈ જતા યુઝર્સને હાશકારો થયો હતો.
સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિભાવોનો મારો ચાલ્યો
આ દરમિયાન ફેન્સનો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિભાવોનો મારો ચાલ્યો હતો . જો કે થોડા સમય બાદ વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી સક્રિય થઈ ગયું, જેના કારણે ચાહકોમાં રાહત જોવા મળી.આ ઘટનાને લઈને વિરાટ કોહલી અથવા ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી અકાઉન્ટ અચાનક ગાયબ થવાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામથી કેટલી કમાણી કરે છે
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થવાથી થયેલ નુકસાનનો અર્થ એ થાય છે કે વિરાટ કોહલી પોસ્ટ માટે કેટલા પૈસા લેતા હતા. અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ માટે રૂ.1.35 કરોડ ચાર્જ કર્યા હતા. આ રિપોર્ટ 5-6 વર્ષ પહેલાનો છે.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ છે તે જાણવું પણ રસપ્રદ થઈ પડશે. વિરાટ કોહલી ચોક્કસપણે સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પોર્ટુગીઝ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. ઇન્ડિયન એક્સપ્રેસના જૂન 2025ના અહેવાલ મુજબ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 3.23 મિલિયન ડોલર (આશરે 27 કરોડ) સુધી ચાર્જ કરે છે.