BREAKING NEWS

દ્વારકા જિલ્લાની સરકારી કચેરી ખાતે મતદારો સુવિધા માટે મતદાર સહાયતા કેન્દ્ર

  • November 29, 2025 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની કામગીરી પ્રગતિમાં છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. જે અન્વયે બાકી રહેલા મતદારોના ગણતરી ફોર્મ ઝડપથી પરત મેળવી શકાય તે માટે ખાસ કેમ્પ તરીકે મતદાર સહાયતા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે.


જે અંતર્ગત મતદારો પોતાનું નામ અથવા તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં મતદારો સ્થળ પર તેમના માતા-પિતા અને દાદા-દાદીનું નામ જુદી જુદી કચેરી ખાતે જઈ તેમની વિગતો શોધી શકશે. ગ્રામ્ય વિસ્તારના મતદારો પોતાની લગત ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી કે વીસીઈ પાસે જઈને ૨૦૦૨ના મતદારયાદીની વિગતો શોધી શકશે.
​​​​​​​

જેમાં જિલ્લા કક્ષાએ ખંભાળિયામાં કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી તેમજ ખંભાળિયા અને ભાણવડમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરી ઉપરાંત સલાયા નગરપાલિકા ખાતે તેમજ દ્વારકા વિધાનસભા વિસ્તારમાં પ્રાંત કચેરી, દ્વારકા અને કલ્યાણપુર મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી નગરપાલિકા કચેરી તથા ઓખા અને રાવલ નગરપાલિકા કચેરી ખાતે મતદારોની સુવિધા માટે મતદાર સહાયતા કેન્દ્ર સવારે ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી કાર્યરત રહેશે. જિલ્લાના મતદારોને મતદાર સહાયતા કેન્દ્રનો મહત્તમ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application