ધોરાજીમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ, ગાર્બેજ કલેક્શન સાથે મતદાતાઓને અપાઈ રહ્યો છે મતદાન જાગૃત્તિનો સંદેશ

  • April 26, 2024 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઘરે ઘરે જઈને ગાર્બેજ કલેક્શન સાથે મતદાતાઓને મતદાન જાગૃત્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.


લોકસભા સામાન્ય ચુંટણી - 2024નું ત્રીજા તબક્કાનું મતદાન તા.7 મે 2024ના રોજ થનાર છે. ત્યારે મતદાતા મતદાન દિવસ પહેલા જ પોતાના મતદાન મથકની જાણકારી પ્રાપ્ત કરી શકે તે હેતુ વહીવટી તંત્ર દ્વારા "નો યોર પોલિંગ સ્ટેશન" કાર્યક્રમ કરવામાં હાથ ધરવામાં આવ્યો છે.


જે અંતર્ગત ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં "ડોર ટુ ડોર" ગાર્બેજ કલેક્શન વાન દ્વારા " તા.28 એપ્રિલ, 2024ના રોજ સવારે 9:00 થી બપોરના 12:30 વાગ્યા સુધી યોજાનાર "નો યોર પોલિંગ સ્ટેશન" કાર્યક્રમની માહિતી આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ હેઠળ બુથ લેવલના અધિકારીઓ દ્વારા લાગુ પડતા મતદાન મથકો પર રૂબરૂ મુલાકાત લઈ મતદાતાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેનો લાભ લેવા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application