BREAKING NEWS

જામનગર : મતદાર યાદી સઘન સુધારણા ૧૮ ટકા બાકી 

  • December 03, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર-જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે અને હજુ ૯ દિવસ બાકી છે ત્યારે ૧૮ ટકા જેટલી કામગીરી બાકી હોય તાત્કાલીક અસરથી કલેકટર દ્વારા તમામ બીએલઓને આ કામગીરી ઝડપી બનાવવા સુચના આપી દેવામાં આવી છે, અત્યાર સુધીમાં સૌથી વધુ કામગીરી ૭૬-કાલાવડમાં ૮૯ ટકા અને સૌથી ઓછુ ૭૯-જામનગર દક્ષિણમાં ૭૪ ટકા થઇ છે. આગામી તા.૧૧ સુધીમાં આ તમામ કામગીરી પુરી કરી દેવા આદેશ આપી દેવામાં આવ્યો છે તેમ જાણવા મળે છે. 


૭૬-કાલાવડમાં ૨૮૦ બુથમાં ૨૩૩૭૭૬ મતદારો છે તેમાં ૨૩૩૫૫૯ ફોર્મ અપાયા છે અને અત્યાર સુધીમાં ડીઝીટાઇલેજશન ૮૯ ટકા થયું છે અને માત્ર ૧૧ ટકા બાકી છે, ૭૭-જામનગર ગ્રામ્યમાં ૨૭૦ બુથ છે જેમાં ૨૬૨૫૦૨ મતદારો છે, ૨૬૨૪૯૭ લોકોને ફોર્મ અપાયા છે અને ૨૨૩૮૭૧ની સઘન સુધારણા ઝુંબેશ પુરી થઇ છે, આમ ગ્રામ્યમાં ૮૬ ટકા આ કામગીરી થઇ છે. 


૭૮-જામનગર ઉત્તરમાં ૨૨૭ બુથ આવેલા છે જેમાં ૨૭૯૫૨૦ મતદારો છે, ૨૭૮૪૧૩ લોકોને ફોર્મ અપાયા છે અને ડીઝીટલાઇજેશન કામગીરી ૨૧૦૧૨૮ થઇ છે અને આ કામગીરીની ટકાવારી ૭૬ ટકાએ પહોંચી છે, ૭૯-જામનગર દક્ષિણમાં ૧૯૭ બુથ છે, ૨૩૩૫૨૩ કુલ મતદારો છે જેમાં ૨૩૩૨૫૨ને ફોર્મ અપાયા છે, અત્યાર સુધીમાં સૌથી ઓછી ૭૪ ટકા કામગીરી થઇ છે અને ૧૭૧૭૨૮ ડીઝીટલાઇજેશન થયું છે. ૮૦-જામજોધપુરમાં ૨૬૮ બુથ છે, ૨૩૧૭૭૬ મતદારો છે, ૨૩૧૭૧૯ને ફોર્મ અપાયા છે, ૧૯૬૫૪૧ ડીઝીટલાઇજેનશન થયું છે જે કામગીરી ૮૫ ટકા થઇ છે.
​​​​​​​

સરેરાશ કુલ જોઇએ તો હજુ ૧૮ ટકા કામગીરી બાકી છે, અત્યાર સુધીમાં ૫ તાલુકામાં એસઆઇઆરની કામગીરી ૮૨ ટકાએ પહોંચી છે જેમાં કુલ બુથ ૧૨૪૨ છે, કુલ મતદારો ૧૨૪૧૯૭ છે જયારે ૧૨૩૯૭૪૦ને ફોર્મ અપાયા છે અને ૧૦૦૯૦૪૬ ડીઝીટલાઇજેશન થયું છે. વહિવટી તંત્ર દ્વારા તમામ બીએલઓને તાત્કાલીક અસરથી કામગીરી કરવા જણાવી દેવામાં આવ્યું છે, એટલે કે માત્ર ૯ દિવસ બાકી છે ત્યારે બીએલઓએ ૧૮ ટકા કામગીરી કરવાની રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application