BREAKING NEWS

જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી પૂરજોશમાં શરૂ

  • November 27, 2025 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૨.૩૬ લાખથી વધુ મતદારો સુધી એન્યુમરેશન ફોર્મ્સ (EFs)ના વિતરણની કામગીરી પૂર્ણ કરાઈ

૮.૨૦ લાખ જેટલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન પણ સફળતાપૂર્વક પૂર્ણ

ફોર્મ્સ ભરી પરત આપવાના બાકી હોય તેવા મતદારોને તાત્કાલિક તેમના BLO અથવા નજીકના મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરી ફોર્મ પરત કરવા જિલ્લા ચૂંટણી તંત્રની અપીલ

જામનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદી સુધારણાની મહત્વની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જિલ્લામાં હાલ કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા છે, જેના માટે ૧,૨૪૨ પોલિંગ સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. કુલ મતદારોમાંથી, ૧૨,૩૬,૪૬૪ જેટલા એન્યુમરેશન ફોર્મ્સ (EFs)નું વિતરણ થઈ ચૂક્યું છે.આ ફોર્મ્સ ભરાઈ ગયા પછી તે માહિતી ડિજિટાઇઝેશનની કામગીરી હાલ ઝડપભેર શરૂ છે જેમાં અત્યાર સુધીમાં ૮,૨૦,૪૩૧ જેટલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.આ આંકડો વિતરણ થયેલા ફોર્મ્સના ૬૬.૧૧% જેટલો થાય છે.


સાથે જ તમામ મતદારોને જિલ્લા વહિવટી તંત્ર તરફથી અપિલ કરવામાં આવે છે કે જેમણે હજી સુધી તેમના ફોર્મ્સ ભરીને પરત આપ્યા નથી, તેઓ તાત્કાલિક તેમના બૂથ લેવલ ઓફિસરને અથવા મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરીને આ રાષ્ટ્રવ્યાપી સુધારણા પ્રક્રિયામાં પોતાનો સહકાર આપીને ફોર્મ ભરીને પરત આપે. જામનગરની મતદાર યાદીને સંપૂર્ણપણે સાચી અને તૈયાર કરવા માટે દરેક નાગરિકનો સહકાર અનિવાર્ય છે. મતદારો પોતાનું નામ ૨૦૦૨ ની મતદારયાદીમાં સરળતાથી શોધી શકે તે માટે Voter Service Portal (https://voters.eci.gov.in) પર જઈ Search Your Name in Last SIR સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

આગામી તારીખ 29/11/2025 ના બપોરે 12:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી અને તારીખ 30/11/2025 ના સવારે 10:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધી વિધાનસભા મતદાર વિભાગની મામલતદાર કચેરી સ્પેશિયલ કેમ્પ નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં જે મતદારોને ગણતરી ફોર્મ મેળવવાના બાકી છે તેઓ પોતાના ફોર્મ મેળવી શકશે, પોતાના ગણતરી ફોર્મમાં વિગતો મેળવવા-ભરાવવામાં માર્ગદર્શન મેળવી શકાશે તેમજ પોતાના ભરેલા ગણતરી ફોર્મ પરત કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application