લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કામાં આવતીકાલે એટલે કે 1 જૂને આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં વડાપ્રધાન, પાંચ કેન્દ્રીય મંત્રી, એક પૂર્વ મુખ્યમંત્રી અને ચાર કલાકારો સહિત કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. જે બેઠકો પર આવતીકાલે એટલે કે 1 જૂન 2024ના રોજ સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન થશે. જેમાં ઉત્તર પ્રદેશની 13, પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલની 4 અને ઝારખંડ- ચંદીગઢની 3 બેઠકોનો સમાવેશ થાય છે.
છેલ્લા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, કેન્દ્રીય મંત્રી આરકે સિંહ અરાહથી, કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી મહારાજગંજથી, કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર નાથ પાંડે ચંદૌલીથી, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણ સિંહ ચન્ની જલંધરથી ચૂંટણી મેદાનમાં છે.
કલાકારોની વાત કરીએ તો મંડીથી કંગના રનૌત, ગોરખપુરથી રવિ કિશન, કારાકાટ લોકસભા બેઠક પરથી પવન સિંહ પોતાનું નસીબ અજમાવવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
આ સિવાય ડાયમંડ હાર્બરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, પટનાની પાટીલપુત્ર સીટ પરથી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતી, ગાઝીપુરથી અફઝલ અંસારી અને મંડીમાંથી વિક્રમાદિત્ય સિંહ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી અને લાલુ યાદવ ચોક્કસપણે ચૂંટણી મેદાનમાં નથી, પરંતુ બંનેની શાખ દાવ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech