માધવપુર ૧૦૮ની ટીમે વાડલા ગામની પ્રસુતાની જોખમી પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો છે.
આધુનિક જીવનશેલી ફાસ્ટયુગમાં તમામ સુવિધાઓ આંગળીના ટેરવા પર ઉપલબ્ધ થતી હોઇ છે.જેમાની એક સેવા ૧૦૮ ને માનવામાં આવે છે,૧૦૮ ની ટીમ દ્વારા ગમે તે સમયે કોઇપણ સારવાર માટે પહોચી જાય છે. અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે.એક પ્રસુતાને વહેલી સવારે માંગરોળ તાલુકાના વાડલા ગામમાં પ્રસુતિની પીડા ઉપડતા માધવપુર ૧૦૮ નો સંપર્ક કર્યો હતો,માધવપુર ૧૦૮ ટીમ વાડલા ગામ તુરત પહોંચી ગઈ હતી અને પ્રસુતાને એમ્બ્યુલન્સમાં લઈ અને માધવપુર જવા નીકળી ગઈ હતી,પરંતુ રસ્તામાં પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ ના ઈ.એમ.ટી. મહેશ પરમાર અને પાયલોટ જયેશ કરગટીયાએ હેડ ઓફિસ પર રહેલા ફીજીઝીયન ડો.હર્ષના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખુબ વધુ પીડા ઉપડી હોવાથી ૧૦૮ માં જ ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી સામાન્ય રીતે પ્રસુતિમાં બાળકના માથા નો ભાગ પહેલા આવે પરંતુ આ કેસમાં પરિસ્થિતિ ઉલટી હતી, આ સગર્ભા પીડા વખતે શીશુંના પગ પ્રથમ આવતા હતા જે જોખમી કહી શકાય અને માતા ને પણ અધુરા માસે આઠ મહીનાની પ્રસુતિ હતી તો પણ સમય સુચકતા મુજબ સફળ રીતે ડિલિવરી કરાવી હતી અને દીકરાનો જન્મ થયો હતો,
પરંતુ શિશુના બહાર આવ્યા બાદ ધબકારા ઓછા અને શ્ર્વાસ પણ બંધ જણાતા એમ્બ્યુલન્સમાં જ શિશુને સી.પી.આર. અને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો અને માતા ને જરી સારવાર આપી તથા બાળકનું જીવન બચાવી લીધુ હતુ બાદ સરકારી હોસ્પિટલ માધવપુર સારવાર માટે સિફ્ટ કર્યા હતા.૧૦૮ ની સેવા એ આધુનિક સમયમાં મહત્વ ની સાબિત થઈ રહી છે દીકરાનો જન્મ થતા ઈ.એમ.ટી. મહેશ પરમાર અને માધવપુર ૧૦૮ ટીમને બિરદાવ્યા હતા,આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચૌહાણ અને જિલ્લા કોઓર્ડીનેટર જયેશગીરી મેઘનાથીએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech