BREAKING NEWS

રાજકોટમાં 86 હજારનું મેફેડ્રોન ડ્રગ્સ વેચતો સાથે વેઈટર ઝડપાયો

  • October 08, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા યુવાધનને બરબાદીના ખપ્પરમાં હોમતા નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા નશા સોદાગરને ઝડપી ડ્રગ્સ મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત યુવા ડીસીપી ક્રાઈમની સૂચનાથી એસઓજી બ્રાન્ચના પી.આઈ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગોંડલરોડ બાયપાસ નેશનલ હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી રાજકોટના રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા વેઈટરને 86,300 ના એમડી ડ્રગ્સ સાથે ઝડપી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચના અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસોજી બ્રાન્ચના પી.આઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં ટીમના પી.એસ.આઇ વી.કે ઝાલા સહિતની ટીમ ગોંડલ રોડ બાયપાસ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં નીકળી હતી.

તે દરમિયાન એસઓજીના હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ,અનોપસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે ગોંડલરોડ બાયપાસ નેશનલ હાઈવે પર જોગમાયા સર્વિસ સ્ટેશન નજીક વોચ ગોઠવી આરોપી મુકેશ સોગનામલ વસનાણી ઉમર 45 રહેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નંબર 4 દૂધસાગર રોડ રાજકોટ વાળાને ઝડપી લીધો હતો.ઝડપાયેલા મુકેશ વસનાણી પાસેથી 8.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત 86,300 તેમજ મોબાઇલ મળી કુલ 91,300ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

શહેર એસઓજી બ્રાન્ચે કબજે કરેલ માદકદ્રવ્યનું પુથકરણ તે અંગે એફએસએલને મોકલી આરોપી અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયો છે કે કેમ તે અંગેની તપાસ કરતા છેલ્લા આઠેક માસથી મુકેશ છૂટક ડ્રગ્સ લઈ આવી વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી

આ અંગેની કામગીરીમાં એસ ઓ જી ના પીઆઇ એસએમ જાડેજા પી.એસ.આઇ વી.કે.ઝાલા એએસઆઈ ઇન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, ફિરોજભાઈ,રાઇટર અરુણભાઈ, વિરભદ્રસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ, મૌલિકભાઈ, દિગ્વિજયસિંહ, યોગેન્દ્રસિંહ, તેમજ મહિલા કોન્સ્ટેબલ મોનાબેન બુશા અને ડ્રાઇવર નરપતસિંહ જોડાયા હતા.


જંગલેશ્વર માંથી ડ્રગ્સ લાવી પડીકી બનાવી છુટક વેચાણ કરતો હતો

રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચે ગોંડલ રોડ બાયપાસ નેશનલ હાઈવે જોગમાયા સર્વિસ સ્ટેશન નજીકથી ઝડપી લીધેલા નશા સોદાગર મુકેશ વસનાણી ની પૂછપરછ હાથ ધરતા છેલ્લા આઠ માસથી પોતે ડ્રગ્સ નું બંધાણી હોય ડ્રગ્સ જંગલેશ્વર માંથી લઈ આવતો અને છૂટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત આપી હતી.


ડ્રગ્સના બંધાણનો ખર્ચ કાઢવા વેઇટર બની ગયો નશા સોદાગર

શહેર એસઓજી બ્રાન્ચ પીઆઇ એસએમ જાડેજા પીએસઆઇ વી કે ઝાલાએ આરોપી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મુકેશ વશ્નાણી ની પૂછપરછ કરતા પોતે કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતો હોય અને ડ્રગ્સના બંધાણનો ખર્ચ કાઢવા માટે ડ્રગ્સ જંગલેશ્વર માંથી લઈ આવી છૂટક પડી ગયો બનાવી વેચાણ કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application