BREAKING NEWS

વાંકાનેર: આસોઈ નદી પરના પુલની એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત

  • June 04, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરથી રાજકોટ રોડ પર સિંધાવદર પાસેનો આસોઇ નદીનો ૧૦ મીટર લાંબો પુલ ૩૬ વર્ષ પહેલા ૧૯૯૦માં બનાવવામાં આવેલ હતો. ૨૦૨૪ પહેલા આ પુલ પરનો એક ભાગ થોડો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવ્યો હતો, ફરી તા: ૬૧૦૨૦૨૪ના પુલમાં ગાબડું પડું હતું આથી  ભારે વાહનો પુલ પર ચલાવવા પર પ્રતિબધં કરવામાં આવ્યો, આ પુલનું રિપેરિંગ કરીને ગત તા.૧૧૩૨૦૨૫ના વાહન વ્યવહાર શ કરાતા પુલની નીચે લોખંડના ગડરો પણ વધારે ડેમેજ હતા, ભોપાળું છતું થતા અંતે કામચલાઉ ડાયવર્ઝનમાં રોડ પર ડામર પાથરી પેચવર્ક કરેલ ત્યાં સુધી લોકોએ હાલાકી ભોગવવી પડી હતી, અગાઉ ચાર–પાંચ વર્ષમાં આ પુલમાં ચારથી વધારે વખત સમારકામ કરવામાં આવ્યું છે, ત્યાર પછી આખા પુલનો સર્વે કરતા તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પત્રકારો દ્રારા તંત્રનું ધ્યાન દોરાતા ફરી સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ઓગણીશ મહિના પછી હાલ પુલને તોડવાની કામગીરી હાથ ધરાઈ છે લોકોને મોટી હાડમારી એ છે કે જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે રોડ એટલો બધો સાંકડો છે કે સામસામા આવતા બે ભારે વાહનો ન તો પસાર થઈ શકે છે કે ન તો પાછા ફરી શકે છે, સિંધાવદર ખેડૂતોને સીમમાં જવા આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, વાંકાનેર– રાજકોટની તમામ એસટી અહીંથી જ પસાર થાય છે. ચોમાસામાં આ ડાયવર્ઝન રોડ પર પણ પાણી ફરી વળશે, અગત્યના આ રોડ પરના હાલ તોડતા પુલને ફરી બનતા કેટલા મહિના લાગશે? ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે એક પુલને રીપેરીંગમાં ત્રણ–ત્રણ વર્ષ વીતી જાય છે. તેવા લોકોએ આક્ષેપ કર્યા છેે. પંચાસર પાસેનો પુલ બનતા પોણા બે વર્ષ લાગેલા, ભારે વાહનોની શહેરમાં અવરજવરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠા હતા, હજી દશકો નથી થયો ત્યાં શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શઆત થઇ ગઈ છે, મોરબી ઝૂલતા પુલ જેવી કોઈ મોટી દુર્ઘટના બનશે, પછી જ તત્રં જાગશે? પ્રજાની પીડાની કોને પડી છે, જયાં જીતની ગેરેન્ટી હોય ત્યારે આવી જ દશા બને છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News