જો તમે નવો સ્ટાર્ટઅપ કે ગારમેન્ટ્સનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો ફેબ્રિકથી લઈને રેડીમેડ આઉટફિટ્સ માટે આ ૫ શહેરોના બજારો એક્સપ્લોર કરવા જેવા છે
૧. દિલ્હી (ગાંધીનગર વિસ્તાર અને શાંતિ મોહલ્લા)
રેડીમેડ ગારમેન્ટ્સનો ગઢ દેશની રાજધાની દિલ્હીમાં આવેલું ગાંધી નગર માર્કેટ ભારતની સૌથી મોટી હોલસેલ બજારોમાં ગણાય છે.
ખાસિયત
અહીં ટી-શર્ટ, પેન્ટ્સ અને બાળકોના રેડીમેડ કપડાં અત્યંત સસ્તા ભાવે મળે છે, જ્યાં ૧૨-૧૨ નંગના સેટ સરળતાથી મળી રહે છે.
જો તમારે તાકાવાળું રનિંગ કાપડ ખરીદવું હોય તો સીલમપુર પાસે આવેલું 'શાંતિ મોહલ્લા' માર્કેટ બેસ્ટ છે.
૨. જયપુર (પુરોહિત જી કા કટલા)
ટ્રેડિશનલ બાંધણી અને લહેરીયા રાજસ્થાનનું પિંક સિટી જયપુર તેની પરંપરાગત હસ્તશિલ્પ અને કલ્ચરલ ડિઝાઇન માટે મશહૂર છે.
ખાસિયત
જૌહરી બજાર નજીક આવેલું “પુરોહિત જી કા કટલા” અહીંનું સૌથી મોટું બજાર છે.
શું ખરીદવું?
અહીં જયપુરી બાંધણી, લહેરીયા, ગૉટા પટ્ટીની સાડીઓ, લહેંગા અને તાકાના કાપડ ખૂબ જ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે.
૩. લુધિયાણા, પંજાબ (ગુરુ મંડી)
'ભારતનું માન્ચેસ્ટર'પંજાબનું લુધિયાણા શહેર આખા ભારતમાં હોઝિયરી અને ગરમ કપડાંના વ્યાપાર માટે પ્રખ્યાત છે, તેથી તેને 'ભારતનું માન્ચેસ્ટર' પણ કહેવાય છે.
ખાસિયત
અહીંની 'ગુરુ મંડી' સૌથી જૂની અને મોટી થોક કાપડ બજાર છે.
શું ખરીદવું?
શિયાળાના ઊની કપડાં (Woolen wear) અને હોઝિયરીના રેડીમેડ આઉટફિટ્સ માટે અક્કલ ગઢ માર્કેટ, મિનર્વા માર્કેટ અને એ.સી. માર્કેટ બેસ્ટ છે.
૪. બનારસ, ઉત્તર પ્રદેશ (ગોદૌલિયા બજાર)
શાહી સિલ્ક અને ઝરી વર્કઉત્તર પ્રદેશનું વારાણસી (બનારસ) તેની ખાસ વૈભવી બનારસી સાડીઓ માટે વિશ્વવિખ્યાત છે.
ખાસિયત
અહીનું 'ગોદૌલિયા બજાર' (Godowlia Market) જથ્થાબંધ ખરીદી માટેનું મુખ્ય કેન્દ્ર છે.
શું ખરીદવું?
લગ્નની ખરીદી માટે બ્રાઇડલ વેર, ઝરી વર્ક, સિલ્કના કાપડ અને અસલી બનારસી સાડીઓ માટે આ બજાર ઉપરાંત થેટેરી બજાર અને મદનપુરા ફેમસ છે.
૫. મુંબઈ (મુળજી જેઠા માર્કેટ)
દેશનું સૌથી મોટું ફેબ્રિક બજારફેશન કેપિટલ મુંબઈમાં સાડીથી લઈને ડ્રેસ મટીરિયલ્સના હોલસેલ વેપાર માટે દક્ષિણ મુંબઈ એક મોટું હબ છે.
ખાસિયત
ઝવેરી બજાર પાસે આવેલું 'મુલજી જેઠા માર્કેટ' (M.J. Market) કાપડના સૌથી મોટા થોક બજારોમાં મોખરે છે