BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ અત્યંત ભારે વરસાદની વોર્નિંગ, અરબી સમુદ્રનું ડિપ્રેશન 36 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે

  • October 29, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલું ડિપ્રેશન આજે સવારે 5:30 વાગે તે જગ્યા એ જ સ્થિર થયું છે અને આગામી 36 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ ઈસ્ટ દિશામાં આગળ વધશે તેમ હવામાન ખાતાએ જાહેર કર્યું છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રની આ સિસ્ટમ છેલ્લા છ કલાકથી પ્રતિ કલાકના આઠ કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. આજે સવારે 8:30 વાગ્યાની સ્થિતિએ આ ડિપ્રેશન મુંબઈ અને વેરાવળથી એકસરખા 410 કીલોમીટર દૂર છે. ગોવાના પણજી થી ૫૬૦ કિ.મી. લક્ષદ્વીપના અમીનીદીવીથી 850 કિલોમીટર અને મેંગલોરથી 820 કિલોમીટર દૂર છે.


આ સિસ્ટમના કારણે દરિયામાં બેથી ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે

અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં અમુક જગ્યાએ આજે અને આવતીકાલે બે દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અને સૌરાષ્ટ્ર કચ્છના અન્ય વિસ્તારોમાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર કોકણ ગોવામાં પણ આજથી ત્રણ દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે દરિયામાં બેથી ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પ્રતિ કલાકના 55 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. આગામી ચાર દિવસ સુધી પવનની ગતિ એવરેજથી વધુ અને 30 થી 40 કિલોમીટર આસપાસ રહેવાનું પણ આગાહીમાં જણાવ્યું છે.


16 તાલુકા એવા છે કે ત્યાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો

અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે મહારાષ્ટ્રના બંદરો પર ભય સૂચક સિગ્નલો લગાવાયા છે ગુજરાતમાં બંદરો પણ પર પણ સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે. દરમિયાનમાં આજે ગુજરાતમાં 136 તાલુકામાં સામાન્યથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 16 તાલુકા એવા છે કે ત્યાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News