રાજકોટ શહેરમાં મેઘવિરામ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં નવા નીરની સવા ફૂટ સુધીની આવક થવા પામી છે. જ્યારે કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી અને આજે સવારની સ્થિતિએ ત્રણ ડેમના દરવાજા ખુલા છે.વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી-૩માં ૦.૧૬ ફૂટ, ગોંડલીમાં ૦.૧૬ ફૂટ, વેરીમાં સવા ફૂટ, માલગઢમાં ૦.૧૬ ફૂટ અને જામનગર જિલ્લામાં સપડા ડેમમાં ૦.૩૩ ફુટ નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે આજી-૩, ન્યારી ૨ અને મચ્છુ-૩ સહિતના જળાશયોનો એક દરવાજો ખુલ્લો છે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
ડેમ કુલ ઉંડાઇ નવી આવક હાલની સપાટી
આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૦૦ ૨૧.૧૦ ફૂટ
ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૦૦ ૧૫.૭૦ ફૂટ
ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૦૦ ૧૮.૫૦ ફૂટ