BREAKING NEWS

રાજકોટની જનતા પર ઝીંકાયો પાણી વેરા-ગાર્બેજ ચાર્જમાં તોતિંગ વધારો, ૯૫ કરોડના કરબોજ સાથે મનપાનું બજેટ રજૂ

  • February 04, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ માટે રૂ. ૩૫૯૫.૭૦ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં નાગરિકો પર રૂ. ૯૫ કરોડ જેટલો વધારાનો કરબોજ લાદવામાં આવ્યો છે. બજેટમાં પાણી વેરા અને ગાર્બેજ ચાર્જમાં તોતિંગ વધારો સૂચવાતા શહેરમાં ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો છે.


બજેટ પ્રસ્તાવ મુજબ રેસિડેન્શિયલ પાણીવેરો ઘરદીઠ રૂ. ૧૫૦૦માંથી વધારીને રૂ. ૨૪૦૦ કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે કોમર્શિયલ મિલકતો માટે પાણીવેરો રૂ. ૩૦૦૦માંથી વધારી રૂ. ૪૮૦૦ કરવાની સૂચના આપવામાં આવી છે. આ વધારાને કારણે મધ્યમ અને નીચી આવકવર્ગના પરિવારો પર વધુ આર્થિક ભાર પડશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.


આ સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં પણ મોટો વધારો કરાયો છે. રેસિડેન્શિયલ મિલકતો માટે ગાર્બેજ ચાર્જ રૂ. ૩૬૫માંથી વધારી રૂ. ૮૦૦ કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે કોમર્શિયલ મિલકતો માટે આ ચાર્જ રૂ. ૧૪૬૦માંથી વધારી રૂ. ૩૨૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ વધતા ખર્ચ, આધુનિક સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સ્વચ્છતા સેવાઓ સુધારવા માટે આ વધારો જરૂરી બન્યો છે. જોકે વિરોધ પક્ષો અને નાગરિક સંગઠનો દ્વારા આ વધારાનો વિરોધ થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application