BREAKING NEWS

પાગલોના હાથમાં એટમ બોમ્બ ન આપી શકીએ: ટ્રમ્પે ઈરાનની ઓફર ફગાવી

  • May 02, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્રો મેળવવા દેશે નહીં, કારણ કે તે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
તેમણે કડક શબ્દોમાં કહ્યું, ઈરાનને પરમાણુ શક્રો આપી શકાતા નથી કારણ કે તેઓ પહેલા તેનો ઉપયોગ ઈઝરાયલ સામે કરશે, પછી મધ્ય પૂર્વ અને યુરોપ, અને પછી અમે હોઈશું. આપણે આવા પાગલોના હાથમાં પરમાણુ શક્રો આપી શકીએ નહીં. અગાઉ, ટ્રમ્પે પાકિસ્તાન દ્રારા મધ્યસ્થી કરાયેલા પ્રસ્તાવ પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી અને સ્પષ્ટ્ર કયુ હતું કે ઈરાન એવી શરતો લાદી રહ્યું છે જે અમેરિકા કયારેય સ્વીકારશે નહીં. લોરિડા માટે વ્હાઇટ હાઉસ છોડતી વખતે, ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ સોદો કરવા માંગે છે, પરંતુ હત્પં તેનાથી સંતુષ્ટ્ર નથી.
ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યેા હતો કે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્રો વિકસાવવા દેવામાં આવશે નહીં. તેમણે દાવો કર્યેા હતો કે યુએસ લશ્કરી કાર્યવાહી, ખાસ કરીને બી–૨ બોમ્બર્સના ઉપયોગથી ઈરાનની કમર તૂટી ગઈ છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે હવે નૌકાદળ, વાયુસેના અથવા રડાર સિસ્ટમ નથી. યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાનને સંપૂર્ણપણે નાશ કરવા માટે એક મોટો હત્પમલો કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું, માનવતાવાદી ધોરણે, હત્પં તે કરવા માંગતો નથી, પરંતુ અમે એક એવો સોદો ઇચ્છીએ છીએ જે સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરે. ઈરાની નેતૃત્વને દુષ્ટ્ર ગણાવતા ટ્રમ્પે કહ્યું કે ત્યાં કોઈ વાસ્તવિક નેતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે ઈરાની સરકારે બે અઠવાડિયામાં ૪૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે. ૨૮ ફેબ્રુઆરીએ યુનાઇટેડ સ્ટેટસ અને ઇઝરાયલ દ્રારા ઈરાન પર હત્પમલાઓથી સંઘર્ષ શ થયો હતો. આ સંઘર્ષ પછી હોર્મુઝ સ્ટ્રેટ બધં થવાથી વૈશ્વિક ઉર્જા બજારોમાં ગંભીર કટોકટી અને વૈશ્વિક તેલ સંકટ સર્જાયું છે. હોર્મુઝ વિશ્વના લગભગ ૨૦ ટકા તેલ અને ગેસ પુરવઠા માટેનો માર્ગ છે. ૮ એપ્રિલે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ તણાવ યથાવત છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર રહે છે, જે ચાર વર્ષમાં તેમના ઉચ્ચતમ સ્તર છે, જે વૈશ્વિક અર્થતત્રં માટે મંદીનો ભય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application