અમે ભારતની જેટલી ઉર્જા જરીયાત છે તે પૂર્ણ કરવા સક્ષમ છીએ અને કરીશું જ, આ શબ્દો છે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કેા બિયોના. તેમની આવતી કાળથી શ થતી ભારત મુલાકાત પહેલા તેમણે સ્પષ્ટ્ર કયુ કે વોશિંગ્ટન ભારતને જેટલી ઉર્જા ખરીદવા માંગે છે તેટલી વેચવા માટે તૈયાર છે. મિયામીમાં બિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું.તેમણે કહ્યું કે તેમની ભારત મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમય દરમિયાન તેમને કવાડ દેશોના મંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.ભારત સાથે મજબૂત સંબંધોની હિમાયત કરતા, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું, અમે તેમની સાથે ખૂબ સારી રીતે કામ કરીએ છીએ. તેથી આ એક મહત્વપૂર્ણ મુલાકાત છે. મને આનદં છે કે અમે આ મુલાકાત કરી શકયા છીએ કારણ કે મને લાગે છે કે અમારી પાસે ચર્ચા કરવા માટે ઘણું બધું હશે. તેમણે વધુમાં કહ્યું, અમે ત્યાં કવાડ દેશોના નેતાઓ સાથે પણ મળીશું, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે મારી પહેલી મુલાકાત કવાડ સાથે હતી. મને ખુશી છે કે અમે આ બેઠક ભારતમાં યોજવા જઈ રહ્યા છીએ, અને આ વર્ષના અંતમાં અમારી બીજી બેઠક થશે. માર્કેા બિયોએ બેઠક દરમિયાન બીજી એક મોટી જાહેરાત કરી. તેમણે ખુલાસો કર્યેા કે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્ર્રપતિ ડેલ્સી રોડિ્રગ્ઝ પણ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે, યાં તેઓ ભારતને તેલ વેચવાના મુદ્દા પર ચર્ચા કરશે. નોંધનીય છે કે યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે ફેબ્રુઆરીની શઆતમાં ભારત દ્રારા વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનો ઉલ્લેખ કર્યેા હતો.