ગુજરાત હાઇકોર્ટે એક અગત્યનો પરિપત્ર જાહેર કરી ટુ વ્હીલર પર સવારી કરતા હાઇકોર્ટના તમામ અધિકારી-કર્મચારીઓ કે સ્ટાફ્ સભ્યો પછી ભલે તે ડ્રાઇવર હોય કે પિલિયન રાઇડર્સ તમામ માટે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવા ફરમાન કરાયુ છે. પરિપત્રમાં મોટર વાહન અધિનિયમમમાં દશર્વિેલ સલામતી ધોરણોનું પાલન કરી રક્ષણાત્મક હેલ્મેટ પહેરવા કડક તાકીદ કરાઇ છે. ટુ વ્હીલર ચાલક આવી હેલ્મેટ નહીં પહેરે તો તેને હાઇકોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે તાજેતરમાં પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજના સૂચિત પ્રોજેકટને પડકારતી અને શહેરમાં વધતી જતી ટ્રાકિક સમસ્યા અને અકસ્માતોને લઇ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે કરેલા અવલોકનો અનુસંધાનમાં ઉપરોકત ફરમાન જારી કરાયું છે. ઉલ્લ ેખનીય છે કે, હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને હેલ્મેટના કાયદાનું કડક પાલન કરાવવા આદેશ કર્યો હતો.ખાસ કરીને નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી તેની કડક અમલવારી કરવા જણાવ્યું હતું.
હાઇકોર્ટની ખંડપીઠના ઉપરોકત અવલોકનોને ધ્યાનમાં લઇને મોટર વાહન અધિનિયમ-1988ની કલમ-129ની જોગવાઇ અને મોટર વાહન અધિનિયમો-1989ના નિયમ-193 સાથે વાંચતા હાઇકોર્ટના ટુ વ્હીલર ચલાવતા અધિકારી-કર્મચારીઓ અને સ્ટાફ્ના સભ્યોની સલામતી માટે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા મહત્ત્વનો નિર્દેશ જારી કરાયો છે. જે મુજબ, ટુ વ્હીલર ચલાવનાર અથવા પિલિયન રાઇડર દરેક અધિકારી-કર્મચારી તેમ જ સ્ટાફ્રના સભ્યોએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. હાઇકોર્ટ પહેયર્િ વિનાના કોઇપણ અધિકારી-કર્મચારી કે સ્ટાફ્ના સભ્યોને હાઇકોર્ટના પરિસરમાં પ્રવેશવાની પરવાનગી નહી તેવી પણ પરિપત્રમાં સ્પષ્ટ તાકીદ કરવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech