BREAKING NEWS

વેસ્ટ વુડ સ્કૂલના બસ ચાલકને આંતરી સાત-આઠ ફડાકા ઝીંકી દીધા

  • January 10, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં સ્કૂલ બસ અને સ્કૂટર ચાલક વચ્ચે ફરી એકવખત માથાકૂટ થયાનું સામે આવ્યું છે.જેમાં વિનય વાટીકા વિસ્તારમાં રેલનગરમાં રહેતા સ્કૂલ બસ ચાલકે એકટીવા આડુ ઉતરતા બ્રેક મારી બચાવ્યો છતાં બેફામ માર મારી સ્કૂટર પાછળ બેસેલા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રેલનગર ખાતેની ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપ ખાતે રહેતા અને વેસ્ટ વુડ સ્કૂલની બસ ચલાવતા દેવાંગ યશવંતભાઈ ધામનકર એ યુનિવર્સિટી પોલીસ મથકે મોહિતરાજસિંહ હઠિસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગત તા. 7ના રોજ તેઓ પોતે સ્કૂલના બાળકોને લઈને ઘરે મૂકવા જતા હતા. તેમની બસ વિનય વાટિકા ખાતે શેરી નંબર 3માંથી પસાર થઈ રહી હતી દરમિયાન તે શેરીમાં એક બાજુએ બે વ્યક્તિ સ્કૂટર લઇને ઊભા હતા.


જ્યારે તેમની બસ પસાર થતી હતી ત્યારે અચાનક સ્કૂટર ચાલકે પોતાનું સ્કૂટર ચલાવતા બસ ચાલકે બ્રેક મારી હતી. આ ઘટનામાં બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતાં રહી ગયો હતો. જે બાદ સ્કૂટર પાછળ બેસેલા અને કાળા કલરનું જાકીટ પહેરેલ વ્યક્તિ નીચે ઉતરી બસ ચાલક નજીક ધસી આવ્યો હતો અને બસ ચાલક સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો.


જેથી બસ ચાલકે કહ્યું કે અહી બસમાં નાના બાળકો બેઠા છે હું નીચે આવું છું. નીચે જતાની સાથે જ સ્કૂટર પાછળ બેસેલા અને ઝગડો કરી રહેલા વ્યક્તિએ બસ ચાલકને સાત આઠ લાફા ફટકારી માર માર્યો હતો. તેમજ કહ્યું કે તને દેખાતું નથી, આવી રીતે બસ ચલાવિસ તો તને જાનથી મારી નાખીશ. મારો ચહેરો યાદ રાખજે હવે તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ બસ ચાલક બાળકોને તેમના ઘરે ઉતારી પરત શાળાએ પહોંચ્યા હતા.


જ્યાં ટ્રાન્સપોર્ટ મેનેજર જયેશભાઈએ મને જણાવ્યું કે, તમે બરાબર બસ બરાબર ચલાવતા નથી અને તે સંદર્ભે મોહિતરાજસિંહનો શાળામાં ફોન આવ્યો હતો. જેથી મે તેમને કહ્યું કે, બસની સ્પીડ ધીમી જ હતી અને તેઓ અચાનક વચ્ચે આવી ગયા હતા અને મારી સાથે મારામારી કરી હતી.આ મામલે પોલીસે બસ ચાલકની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application